Rajkot: ભાજપે ગત ટર્મના કેટલા કોર્પોરેટરના પત્તા કાપી નાંખ્યા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2021 02:38 PM (IST)
Rajkot Corporation Election 2021: ભાજપે ગત ટર્મના 38 ઉમેદવારોમાંથી 28 ઉમેદવારોની ટિકિટ કાપી નાંખી હતી.
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે ગત ટર્મના 38 ઉમેદવારોમાંથી 28 ઉમેદવારોની ટિકિટ કાપી નાંખી હતી. જેમાં દિગ્ગ્જ નેતા ઉદય કાનગડ સહિત 28ની પણ ટિકિટ કાપી નાંખી હતી. આ કોર્પોરેટરના કપાયા પત્તા દુર્ગાબા જાડેજા, આશિષ વાગડિયા, બાબુ આહીર, સોફીયલ દલ, મનીષ રાડિયા, અશ્વિન મોલીયા, પ્રીતીપનારા, અનીલ રાઠોડ, અરવિંદ રૈયાણી, રજુબેન રબારી, દલસુખ જાગાણી, મુકેશ રાદડિયા, હીરલ મહેતા, મીના પારેખ, અજય પરમાર, વિજયાબેન વાછાણી, નિતીન ભારદ્વાજ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, કમલેશ મિરાણી, જ્યોત્સના ટિલાણા, બીના આચાર્ય, અશ્વિન ભોરણીયા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠિયા, ઉદય કાનગડ, અનીતાબેન ગોસ્વામીને ટિકિટ આપવામાં આવી નથી. કોને કર્યા રિપિટ પૂર્વ કોર્પોરેટરો પુષ્કર પટેલ, જૈમિન ઠાકર, ડો. દર્શિતા શાહ, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા, નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.