Rajkot Crime News: રાજ્યમાં 31 ડિસેમ્બર આવે તે પહેલા દારુના મોટો જથ્થો રાજસ્થાન બૉર્ડર પરથી પકડાયો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારુનો મોટો જથ્થો પહોંચાડવાની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી બામણબોર પાસેથી વિદેશી દારુનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે.




મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં દારૂબંધ હોવાની વાતો માત્ર કાગળ પર જ દેખાઇ છે, દારુબંધીના દાવોઆ એકદમ પોકળ સાબિત થઇ રહ્યાં છે. 31 ડિસેમ્બર આવે તે પહેલા રાજ્યમાંથી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.  પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટો પ્રમાણમાં વિદેશી દારુ પહોંચાડવાનો મામલો સામે આવ્યા છે. હાલમાં જ રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપૉસ્ટ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ જથ્થા સાથે મૂળ રાજસ્થાનના મંગળદાસ ધનારામ ગોદારા નામના શખ્સની ધરપકડ કરી છે. બૂટલેગરો રાજ્યમાં જુદાજુદા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવી રહ્યાં છે. આજે પકડાયેલો દારુનો જથ્થો રાજસ્થાનથી ગુજરાત સુધી ટેન્કરમાં લાવવામાં આવી રહ્યો હતો. અંદાજિત 50 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા આ ટેન્કરમાંથી મળી આવ્યો છે. પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.




થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ, અમદાવાદ આવી રહ્યો હતો જથ્થો


નર્મદા જિલ્લા LCBને  મોટી સફળતા મળી છે.  ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂનો  જથ્થા ઝડપાયો છે. કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઇવરને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો કેસ  LCB નર્મદા દ્વારા કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી કરી હતી.  જેમાં એક ટાટા ટ્રક જેનો રજી. MP-08-0491 નો વિદેશી દારૂ ભરી અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા ડેડીયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જતી હતી. વિદેશી દારૂના બોક્ષ નંગ-953 તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- 303 મળી કુલ ક્વાટર નંગ-46047/-  કિંમત રૂ. 46 લાખથી વધુનો મુદ્દામાલ મળી સાથે ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે 64 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ટાટા ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 


બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો, હવે પ્લાસ્ટિકની થેલીઓમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ


બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો સામે આવ્યો છે. સુરતમાં બોટલો સાથે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામે આવેલ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઈંગ્લીશ દારૂ ભરેલી તૈયાર 130 થેલીઓ અને બોટલો ઝડપાઇ હતી. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે.


31 ડિસેમ્બર પહેલા દારુ ઝડપાયો


31 ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં ST બસમાં દારૂની હેરફેરની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ડુંગરપુરથી મહીસાગરના સંતરામપુર શહેરમાં પ્રવેશતા જ પોલીસે 9 આરોપી પાસેથી 47 હજાર કિંમતની 155 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ડુંગરપુરથી સ્કૂલ બસમાં દારૂ લાવી રહ્યા હતા


ડુંગરપુરથી દાહોદ જતી એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે નવ લોકો ઝડપાયા હતા. સંતરામપુર પોલીસે બાતમીના આધારે હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે બસમાં તપાસ કરતા બેગમાં વિદેશી દારૂ લઈ જતા નવ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 155 નંગ વિદેશી દારૂની બોટલ કે જેની કિંમત 47,280 નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 83,280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંતરામપુર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.