Rajkot Crime: રાજકોટમાં ફરી એકવાર સનસનીખેજ લૂંટનો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે, રાજકોટમાં ત્રણ શખ્શોએ એક કપાસના વેપારી સાથે લૂંટ ચલાવી છે, મોડી રાત્રે વેપારી શહેરના રેસકોર્સ વિસ્તારમાં હતો તે સમયે ત્રણ શખ્સો નકલી પોલીસની ઓળખ આપીને વેપારીને માર માર્યો અને બાદમાં 32 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટમાં એક ટીઆરબી જવાન પણ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. હાલમાં રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
રાજકોટમાંથી સામે આવેલી લૂંટની ઘટનાથી પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે, ત્રણ શખ્સોએ વેપારીને પોલીસની ઓળખ આપીને 32 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડીરાત્રે રેસકોર્સ પાસે આવેલા લવગાર્ડન નજીક વેપારીને TRB જવાન સહિતની આ નકલી પોલીસની ટોળકીએ લૂંટ્યો હતો, પહેલા વેપારીને માર માર્યો અને બાદમાં લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. કમિશન વેપારીનો ધંધો કરતા સમીર પંડ્યા સાથે લૂંટ થઇ હતી. TRB જવાન શાહબાઝ મોટાણી સહિત 4નું કારસ્તાન સામે આવતા પદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, એક TRB જવાન સહિત 4 આરોપીઓ સકંજામાં છે અને 32 લાખ પૈકી 21 લાખ રોકડા પોલીસે કબજે કર્યા છે, આખી રાત ચારેય આરોપીઓની પૂછપરછ કરાઇ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ આગળ શોધખોળ અને તપાસ કરી રહી છે.
ગુજરાત સાયબર સેલની મોટી સફળતા: 'ડિજિટલ એરેસ્ટ' કૌભાંડનો પર્દાફાશ
રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ CID ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, ગાંધીનગરની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક અત્યંત સંગઠિત ઠગ ગેંગના ત્રણ મુખ્ય સભ્યોને અમદાવાદમાંથી પકડી પાડ્યા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી (કાર્યશૈલી) લોકોને TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના અધિકારીઓ અથવા પોલીસ અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપીને ડરાવી-ધમકાવવાની હતી.
આ ગેંગ વીડિયો કોલ અથવા સાદા કોલ દ્વારા ભોગ બનનારનો સંપર્ક કરતી હતી અને તેમના પર ખોટા આરોપો મૂકતી હતી. તેઓ એવો ભય પેદા કરતા હતા કે ફરિયાદીનો મોબાઈલ નંબર ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયો છે, તેમની સામે FIR થઈ છે, અને CBI, FEMA, RBI, SEBI, RAW જેવી એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. ખોટો આરોપ મૂકીને આજીવન કેદના ગુનામાં ફસાવી દેવાના ભય હેઠળ, તેઓ ભોગ બનનારને કોઈને વાત ન કરવા અને ઘરની બહાર ન નીકળવા દબાણ કરતા હતા, જેનાથી એક પ્રકારનો 'ડિજિટલ અરેસ્ટ'નો માહોલ સર્જાતો હતો.
અમદાવાદની મહિલા પાસેથી ₹11.42 કરોડની ઠગાઈ
આ ગેંગે અમદાવાદની એક મહિલાને લગભગ 80 દિવસ સુધી વીડિયો કોલ દ્વારા ગેરકાયદેસર રીતે ગોંધી રાખી હતી અને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹11,42,75,000 જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. આ આરોપીઓએ વિશ્વા ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેનો ઉપયોગ છેતરપીંડીના રૂપિયા સગેવગે કરવા માટે મુંબઈ ખાતેના સાયબર સિન્ડિકેટના આરોપીઓ સાથે મળીને કરતા હતા.