રાજકોટઃ હોટેલ નોવામાં થયેલી હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સવારે ૧૦-૩૦ વાગ્યે જ ધ્રુવાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ સાંજના સમયે યુવકે એસિડ અને પાણી બહારથી મંગાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પહેલાથી જ તેની સાથે પ્લાસ્ટિકની લોકર પટ્ટી,બ્લેડ સહિતની ચીજવસ્તુઓ લાવ્યો હતો. હત્યા કર્યા બાદ તેને એસિડ પી આત્મહત્યાની કોશિશ કરી. એસિડ પીધા પછી તેને તેના ભાઇને જાણ કરી હતી. છેલ્લા બે વર્ષથી યુવક અને મૃતક એકબીજાના સંપર્કમાં હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ કપલ સવારે 9 વાગ્યે હોટલમાં ચેકઇન કર્યું હતું. કોઈ બાબતે એમને સંબંધ હશે, પણ કોઈ બાબતે પ્રશ્નો થયો. જેમાં યુવકે પેકેજિંગ કરવાની જે પટ્ટી સાથે લાગ્યો હતો, તેનાથી વિકટીમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. આ બનાવ સવારે 10થી 10.30 વાગ્યે બની ચૂક્યો છે. ત્યાર પછી આખો દિવસ આરોપી તેની સાથે રૂમમાં રહ્યો છે. આ પછી સાંજે છ વાગ્યાની આસપાસ એણે પોતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિકટીમના ફાધરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તેમણે આધાર કાર્ડમાં તારીખમાં ફેરફાર મુદ્દે કહ્યું કે, બંનેએ પોતાના હાથે જ આધાર કાર્ડ હોટલમાં આવ્યા હતા. તપાસ પછી આગળની કાર્યવાહી કરાશે. જોકે, પોલીસે તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં, તેમની વચ્ચે શારીરિક સંબંધો હતા કે નહીં, તે પીએમ પછી સામે આવશે, તેમ કહ્યું હતું.
રાજકોટ હોટેલ નોવામાં યુવતીની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવારથી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .
કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોરબંદરનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં યુવતીની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે યુવતીની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી.
યુવતીએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી યુવતીની હત્યા. યુવતીના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવતીએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને યુવતીનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને યુવતી નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે, યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. યુવતી અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.