રાજકોટના ગોંડલમાં નાસતા-ફરતા જેલર ડી.કે.પરમારની ધરપકડ કરવામાં આવી છે. જેલર વિરુદ્ધ IPCની કલમ 466,269,188,144 અને 201 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેલરે કરેલી આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજૂર કરી છે.


કેદીઓને સુવિધા પૂરી પાડવાનો જેલર વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે. નીખિલ દોંગા અને તેની ગેંગના લોકોને જેલરે જેલમાં સુવિધા આપ્યાનો આરોપ લગાવાયો છે.

વિગતો અનુસાર નિખિલ દોંગા અને તેના 12 થી વધુ સાગરીતોને જેલરે જેલમાં સુવિધા આપ્યાનો આરોપ છે. જેલર ડી.કે. પરમારનું નામ ખુલતાં જ તેના પગ તળેની જમીન ખસી જવા પામી હતી.

જેલર ડી.કે. પરમાર વિરુદ્ધ IPCની કલમ 466, 269, 188, 144 તેમજ 201 મુજબ ગુનો નોંધાવા પામ્યો હતો. જેલર દ્વારા આગોતરા જામીન માટે અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ તેને આગોતરા જામીન મળ્યા ન હતા. આખરે જેલર પોલીસની ઝપટે ચડી જતા તેની ધરપકડ થવા પામી છે.