રાજકોટઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ સહિતના તમામ મુખ્ય રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા પૂરી તાકાતથી મચી પડ્યા છે. ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તેથી ભાજપે અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.


ભાજપની આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજકોટ ભાજપ નેતાઓ પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે જશે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ભાજપના જુના અને ચૂંટણીના ચક્રવ્યૂહના માહિર નેતાઓ દોઢ મહિના સુધી ચૂંટણી પ્રચારમાં ઉતરશે.


ભાજપ સંગઠન દ્વારા પાંચ અનુભવી નેતાઓને પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ નેતા ધનસૂખ ભંડેરી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાંનગડ,   કશ્યપ શુક્લ અને જયમીન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ ભૂતકાળમાં અનેક જ્વાબદારી સંભાળી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના અવધ  ક્ષેત્રની 71 બેઠક પર ભાજપને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ પાંચ નેતાને અવધ ક્ષેત્રની જવાબદારી અપાઈ છે. 


Rajkot : પરિવાર ધાર્મિક પ્રસંગે ગયો ને 10 વર્ષની બાળકીએ કરી લીધો આપઘાત 


રાજકોટઃ શહેરમાં નાના બાળકોના સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો તમે ધ્યાન નહીં રાખો તો પછી પાછળથી પછતાવાનો વારો આવ્યો છે. શહેરના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષીય બાળકીએ ટીવી પર આવતી સિરિયલો જોઇને પ્રેરાઇને આપઘાત કરી લીધો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. જો આવું બન્યું હોય તો આ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. 


પરિવારે પોલીસને કરેલી વાત એવી છે કે, 10 વર્ષીય બાળકી  સતત ક્રાઇમની સિરિયલો જોતી હતી. આ બાળકીએ પરિવાર કોઈ ધાર્મિક પ્રસંગે દીકરીને ઘરે મૂકીને ગયો હતો. આ સમયે ઘરે કોઈ ન હોય તેણે આપઘાત કરી લીધો છે. હવે આ સિરિયલોના પ્રભાવથી આપઘાત કર્યો હોવાનું પરિવારનો દાવો છે. જોકે, સાચી હિકકત તપાસ પછી સામે આવશે. 


શહેરમાં ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીએ આપધાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક બાળકી શહેરના ભવાનીનગરમાં રહેતી હતી. 10 વર્ષની ખુશાલીએ ગળા ફાસો ખાઈ આપધાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને બીજી તરફ બાળકીએ આપધાત કરી લીધો. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી. બાળકીના પરિવારે કહ્યું ક્રાઇમની સિરિયલો જોતી હતી. બાળક દરરોજ ક્રાઈમની સિરિયલો જોતી હતી.