Rajkot Gamezone Fire: રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 27ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 27 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે.


ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની સાચી જાણકારી સામે આવશે.


તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.


TRP ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો


રાજકોટના TRP ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ   ડીઝલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ   ડિઝલના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગેમઝોનમાં સપોર્ટ કારની એક્ટિવિટી માટે પેટ્રોલનો જથ્થો રાખવામાં આવતો હતો. ગેમઝોનમાં જનરેટર માટે ડીઝલનો જથ્થો રાખવામાં આવતો હતો. જ્વલનશીલ પદાર્થ રાખવા માટે યોગ્ય વ્યવસ્થાના બદલે કેરબા ભરીને રાખતાં હતાં. આગ લાગતાં કેરબામાં ભરેલું પેટ્રોલ   ડીઝલ એક સાથે સળગી ઉઠ્યું હતું.


રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો


રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.


મુખ્યમંત્રીએ ઘટના સ્થળની લીધી મુલાકાત


ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા,  રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.