રાજકોટમાં હોમ આઇસોલેટ દર્દીઓ માટે તમામ એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરવા જિલ્લા ક્લેક્ટરે આદેશ આપ્યા છે. આ અગાઉ માત્ર એક જ શાપર વેરાવળની જયદીપ ઓક્સિજનને છૂટક બોટલ રિફીલિંગની મંજૂરી આપી હતી. પરંતુ જયદીપ ઓક્સિજન રિફીલિંગમાં 15 કલાક સુધી રિફીલિંગ ન થતા અનેક દર્દીઓના પરિવારજનોએ રોષ ઠાલવ્યો હતો. સાથે જ એક જ જગ્યાએ ઓક્સિજન સિલિંડર રિફીલિંગ વ્યવસ્થા હોવાથી લોકોની લાંબી લાઈન પણ લાગતી હતી. પરંતુ હવે જિલ્લા ક્લેક્ટરે તમામ એજન્સીને ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગની છૂટ અપાતા લોકોને રાહત મળશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11, સુરત-1, જામનગર કોર્પોરેશન 8, જામનગર-6, બનાસકાંઠા-4, ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3, સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1, અમરેલી 2, અમદાવાદ 2, રાજકોટ 6, મોરબી 6, દેવભૂમિ દ્વારકામાં 1 અને બોટાદમાં 1 મોત થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5790, સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413, જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282, ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173, ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143, જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130, ગાંધીનગર 128, નવસારી 121, જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41, દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.