Heart Attack News: કહેવાય છે કે ને મોતનો કોઇ સમય નથી હોતા, જીવવું અને મરવું ઉપરવાળાના હાથમાં છે. આજે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકથી યુવાન મોતને ભેટ્યો છે. તાજા માહિતી પ્રમાણે, રાજકોટના જેતપુરમાં એક યુવાન દુકાનમાં કામ કરતી વખતે ઢળી પડ્યો અને તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ.
રાજકોટમાં વધુ એક યુવાને હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટના જેતુપુરમાં હ્રદય રોગનો હુમલો આવતા ભાવેશ વઘાસિયા નામનો યુવાન ઓચિંતો ઢળી પડ્યો હતો, બાદમાં તેનુ મોત નીપજ્યુ હતુ. યુવાન જેતપુરના ટાકુડીપરામાં એક ઈલેકટ્રૉનિકની દુકાનમાં કામ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને ઓચિંતા ઢળી પડ્યો હતો. જોકે, યુવાનનો તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો કર્યો હતો. ભાવેશ વઘાસિયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
શું કહે છે એક્સપર્ટ? અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.
આ પણ વાંચો
Health Tips: શિયાળામાં જ કેમ હાર્ટ એટેક સૌથી વધુ આવી રહ્યાં છે ? આ છે અસલી કારણ