શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન

Rajkot News: રાજકોટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન 'ઓપરેશન જંગલેશ્વર' શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં દબાણ પરના 1,198 મકાનો તોડી પાડવામાં આવશે.

Rajkot News: રાજકોટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન 'ઓપરેશન જંગલેશ્વર' શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં દબાણ પરના 1,198 મકાનો તોડી પાડવામાં આવશે અને અંદાજે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવશે.

વહીવટી અને સુરક્ષા આયોજન

આ ઓપરેશનને સફળ બનાવવા માટે મનપા અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે:

  • સુરક્ષા વ્યવસ્થા: સ્થળ પર 1500થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
  • મોનિટરિંગ: સમગ્ર વિસ્તાર પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
  • ઝોન વ્યવસ્થા: ડિમોલિશનની કામગીરી માટે જંગલેશ્વરને 7 ઝોનમાં વિભાજિત કરી દરેક ઝોનમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
  • કંટ્રોલરૂમ: નીલકંઠ ટોકીઝ સામે વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે, જ્યાંથી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ IAS અને IPS અધિકારીઓ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

વર્તમાન સ્થિતિ અને પોલીસ નિવેદન

DCP હેતલ પટેલે (ઝોન-1) જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી વિવિધ વિભાગોના સંકલન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સુરક્ષાના ભાગરૂપે અને શાંતિ જળવાઈ રહે તે માટે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તંત્રની કડક કાર્યવાહી પહેલા જ 1,000 થી વધુ મકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધા હતા.

મનપા કમિશનર તુષાર સુમેરા વિશેષ કંટ્રોલરૂમથી સમગ્ર 'ઓપરેશન જંગલેશ્વર'નું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી 1130 થી વધુ સ્ટાફની ટીમો રવાના કરવામાં આવી હતી. આ કામગીરીમાં શહેરના તમામ IAS અને IPS અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે ચાર સિટી ઇજનેરોની અધ્યક્ષતામાં 7 ટીમો દ્વારા બુલડોઝરની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

કઈ કઈ જગ્યાએ ડિમોલિશન થશે

  • એકતા કોલોની શેરી નંબર 4 થી જંગલેશ્વર શેરી નંબર 2 સુધી
  • જંગલેશ્વર શેરી નંબર-2 થી જંગલેશ્વર શેરી નંબર- 22 સુધી
  • જંગલેશ્વર શેરી નંબર-22 થી જંગલેશ્વર શેરી નંબર-29-30 સુધી
  • સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નંબર-15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો
  • જંગલેશ્વર શેરી નંબર-15 થી બુદ્ધનગર શેરી નંબર-1
  • બુદ્ધનગર શેરી નંબર-, જયભીમરાવ ચોકથી રાધા કૃષ્ણનગર શેરી નંબર-18 સુધી
  • રાધા કૃષ્ણનગર શેરી નંબર-18 થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget