શોધખોળ કરો

રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો

rajkot new mayor race 2026: રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોમાંથી 65 પર ભાજપનો કબ્જો છે, ત્યારે જ્ઞાતિ અને રોટેશનના ગણિત સાથે કોને મળશે કયો તાજ તેની પર સૌની નજર ટકેલી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયરની જાહેરાત આવતીકાલે.
  • ભાજપે 72 માંથી 65 બેઠકો જીતી સત્તા જાળવી રાખી.
  • રોટેશન, જ્ઞાતિ સમીકરણો અને આગામી ચૂંટણી ધ્યાનમાં રખાશે.
  • મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન માટે વિવિધ નામો ચર્ચામાં.

rajkot new mayor race 2026: સૌરાષ્ટ્રની સૌથી મોટી અને મહત્વની ગણાતી રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 77 દિવસથી ચાલી રહેલા 'વહીવટદાર રાજ' નો આવતીકાલે અંત આવવા જઈ રહ્યો છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં કુલ 18 વોર્ડની 72 બેઠકોમાંથી 65 બેઠકો પર ભવ્ય જીત મેળવીને ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. આવતીકાલે સવારે 10 વાગ્યે પાર્ટી સંકલનની મહત્વની મીટિંગ મળશે અને ત્યારબાદ 11 વાગ્યે મળનારા સ્પેશિયલ બોર્ડમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ મહત્વના હોદ્દાઓ પર કોને બેસાડવામાં આવશે તેને લઈને અત્યારથી જ શહેરમાં અનેક નામોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્યો અને સાંસદોએ પણ પોતાના માનીતાઓને હોદ્દા અપાવવા માટે પ્રદેશ કક્ષાએ જોરદાર લોબિંગ શરૂ કરી દીધું છે.

રોટેશન, જ્ઞાતિનું ગણિત અને વિધાનસભા ચૂંટણી પર નજર

આ વખતની હોદ્દેદારોની વરણીમાં રોટેશન પદ્ધતિ, જ્ઞાતિ સમીકરણો અને આગામી વિધાનસભા ચૂંટણીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે.

રોટેશન મુજબ, આ વખતે રાજકોટ મનપાનું મેયર પદ સામાન્ય વર્ગના (જનરલ કેટેગરીના) પુરુષ કોર્પોરેટરને ફાળવવામાં આવશે.

ડેપ્યુટી મેયરનું પદ લોહાણા સમાજના મહિલા કોર્પોરેટરને મળે તેવી પૂરી શક્યતા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કોઈ અનુભવી સવર્ણ ચહેરા અથવા તો OBC કોર્પોરેટરને તક મળી શકે છે.

શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર કરવામાં ભાજપ કોઈ મોટું સરપ્રાઈઝ આપી શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?

મેયર પદની રેસમાં કયા-કયા નામોની છે ચર્ચા?

મેયર પદ માટે હાલમાં નીચે મુજબના કેટલાક મજબૂત નામોની ચર્ચા છે:

અશ્વિન ભોરણીયા: વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર. કડવા પાટીદાર સમાજનો ચહેરો છે અને એકદમ સ્વચ્છ છબી ધરાવે છે, તેઓ ક્યારેય કોઈ વિવાદમાં આવ્યા નથી.

કેતન પટેલ: વોર્ડ 14 ના અનુભવી કોર્પોરેટર. લેઉવા પાટીદાર ચહેરો છે. સૌરાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને તક મળી શકે છે.

નરેન્દ્રસિંહ જાડેજા: વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર. ક્ષત્રિય સમાજના આ નેતા માટે મોટા બિલ્ડરો અને ધારાસભ્યો પણ લોબિંગ કરી રહ્યા છે.

મનીષ ભટ્ટ: વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર. બ્રાહ્મણ સમાજમાંથી આવતા ભટ્ટ પરસોત્તમ રૂપાલાની ખૂબ નજીક મનાય છે અને સ્પષ્ટ છબી ધરાવે છે.

નેહલ શુક્લ: વોર્ડ 7 ના કોર્પોરેટર. સંઘના દિગ્ગજ નેતા સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર છે. એક વખત ટિકિટ કપાઈ હોવા છતાં લોબિંગથી ટિકિટ પાછી મેળવી લાવ્યા હતા.

પરેશ ઠાકર: વોર્ડ 1 ના બ્રાહ્મણ સમાજના કોર્પોરેટર. યુવાવસ્થાથી જ ભાજપમાં સક્રિય છે અને અમુક મોટા નેતાઓ તેમના માટે મેદાનમાં છે.

મોહિતસિંહ જાડેજા: વોર્ડ 13 ના કોર્પોરેટર અને ABVP ના સક્રિય કાર્યકર. તેઓ સૌથી નાની વયના કોર્પોરેટર છે અને સંઘના બેકગ્રાઉન્ડના કારણે ટિકિટ મળી હતી. જો આ નામ ફાઇનલ થાય તો તે શહેર માટે સૌથી મોટું સરપ્રાઈઝ હશે.

જોકે, ભાજપની કામગીરી જોતાં આ ચર્ચાઓ વચ્ચેથી કોઈ એવા સામાન્ય વર્ગના કોર્પોરેટરનું નામ પણ સામે આવી શકે છે જેનું નામ ક્યાંય ચર્ચામાં જ ન હોય!

આ પણ વાંચોઃ Rajkot: રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂણતો વીડિયો વાયરલ; નેતાએ આપી સ્પષ્ટતા

ડેપ્યુટી મેયર પદ પર કોનો દાવો છે મજબૂત?

ડેપ્યુટી મેયર પદ માટે વોર્ડ નંબર 9 ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન વસાણીનું નામ સૌથી મોખરે છે. તેઓ લોહાણા સમાજમાંથી આવે છે અને હાઇ પ્રોફાઇલ વિસ્તારમાંથી ચૂંટાયા છે. લોહાણા સમાજ વર્ષોથી ભાજપની પડખે રહ્યો છે અને શહેરમાં તેમની વસ્તી પણ નોંધપાત્ર છે. હાલમાં સંગઠનમાં કે અન્ય કોઈ મોટી જગ્યા પર આ સમાજ પાસે મોટો હોદ્દો ન હોવાથી, ડેપ્યુટી મેયરનો તાજ લોહાણા સમાજના મહિલા ચહેરાને જ મળે તેવી પ્રબળ શક્યતા છે.

પાવરફુલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે?

મનપામાં સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે આ નામો ચર્ચામાં છે:

ડો. પ્રદીપ ડવ: વોર્ડ 11 ના કોર્પોરેટર અને પૂર્વ મેયર. તેમનો બહોળો અનુભવ અને નિર્વિવાદિત છબી તેમને આ પદ માટે પ્રબળ દાવેદાર બનાવે છે.

ઘનશ્યામ હેરભા: વોર્ડ 10 ના કોર્પોરેટર અને અગ્રણી બિલ્ડર. શહેરના કેટલાક આગેવાનો તેમના માટે પ્રદેશ કક્ષા સુધી ભારે જોર લગાવી રહ્યા છે.

દિલીપ લુણાગરિયા: વોર્ડ 5 ના અનુભવી કોર્પોરેટર અને સામાકાંઠાના લેઉવા પાટીદાર સમાજના આગેવાન. તેમનું નામ મેયર અને સ્ટેન્ડિંગ બંને માટે ચાલી રહ્યું છે.

આ ઉપરાંત નેહલ શુક્લ અને નરેન્દ્રસિંહ જાડેજાના નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે રેસમાં છે.

કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ પણ નહીં મળે

ચૂંટણીના પરિણામો જોઈએ તો, 72 માંથી માત્ર 7 બેઠકો પર જ કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા છે. પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને સત્તાવાર રીતે 'વિરોધ પક્ષ' નું પદ મળશે નહીં. જોકે, કોંગ્રેસ દ્વારા પોતાના વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

Frequently Asked Questions

રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત ક્યારે થશે?

આવતીકાલે સવારે 10 વાગ્યે પાર્ટી સંકલનની મીટિંગ બાદ 11 વાગ્યે સ્પેશિયલ બોર્ડમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ વખતે મેયર પદ માટે રોટેશન પદ્ધતિ મુજબ કયા વર્ગના કોર્પોરેટરને તક મળશે?

આ વખતે મેયર પદ સામાન્ય વર્ગના (જનરલ કેટેગરીના) પુરુષ કોર્પોરેટરને ફાળવવામાં આવશે.

ડેપ્યુટી મેયર પદ માટે કયા સમાજ અને લિંગના કોર્પોરેટરને તક મળવાની શક્યતા છે?

ડેપ્યુટી મેયરનું પદ લોહાણા સમાજના મહિલા કોર્પોરેટરને મળે તેવી પૂરી શક્યતા છે. દક્ષાબેન વસાણીનું નામ સૌથી મોખરે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કોને તક મળી શકે છે?

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કોઈ અનુભવી સવર્ણ ચહેરા અથવા તો OBC કોર્પોરેટરને તક મળી શકે છે. ડો. પ્રદીપ ડવ, ઘનશ્યામ હેરભા અને દિલીપ લુણાગરિયા ચર્ચામાં છે.

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ મળશે કે કેમ?

ચૂંટણી પરિણામો મુજબ, 72 માંથી માત્ર 7 બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હોવાથી, પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસને સત્તાવાર રીતે વિરોધ પક્ષનું પદ મળશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું નિધન, ભાજપમાં ઘેરા શોકની લાગણી
Rajkot: રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું નિધન, ભાજપમાં ઘેરા શોકની લાગણી
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
રાજકોટમાં સાંઢીયા પુલને આજે લોકો માટે મૂકાયો ખુલ્લો, ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
રાજકોટમાં સાંઢીયા પુલને આજે લોકો માટે મૂકાયો ખુલ્લો, ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Rajkot: રાજકોટમાં સાંઢીયા પુલને આવતીકાલે મુકાશે ખુલ્લો, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget