રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે. તેઓ આગામી અઢી વર્ષ માટે આ પદ સંભાળશે.
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Rajkot Municipal Corporation Mayor: પદાધિકારીઓની પસંદગી પહેલાં રાજકોટમાં રાજકીય મથામણનો માહોલ જોવા મળ્યો હતો

- રાજકોટ મહાનગરપાલિકામાં નેહલ શુક્લ મેયર બન્યા.
- પરેશ પીપળીયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા.
- દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા.
- હિરેશ ખીમાણીયા શાસક પક્ષના નેતા બન્યા.
Rajkot Municipal Corporation Mayor: રાજકોટમાં આજે સવારથી જ રાજકીય પદાધિકારીઓની વરણીને લઇ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ હતી, હવે આખરે રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આરએમસીમાં આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે.
પદાધિકારીઓની પસંદગી પહેલાં રાજકોટમાં રાજકીય મથામણનો માહોલ જોવા મળ્યો હતો. હવે રાજકોટના નવા મેયર તરીકે નેહલ શુક્લાના નામની જાહેરાત થઇ છે. રાજકોટ મનહાનગર પાલિકાને હવે નવા મેયર તરીકે નેહલ શુક્લા બન્યા છે, સાથે સાથે રાજકોટના ડેપ્યૂટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેશ ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, ભારે કશ્મકશ બાદ છેલ્લી ઘડીએ નેહલ શુક્લને ટિકીટ અપાઈ હતી. આજે શહેર સંગઠન અને ધારાસભ્યો વચ્ચે અનેક તબક્કાની બેઠકો યોજાઈ હતી. બંધ બારણે ચાલેલી ચર્ચાઓમાં વિવિધ નામો પર વિચારણા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લાંબા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય ગણાતા નીતિન ભારદ્વાજની હાજરીએ રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચા જગાવી હતી. પક્ષના નેતાઓ વચ્ચે ઉમેદવારોને લઈને સમીકરણો ગોઠવવાના પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શહેરના અલગ-અલગ વિસ્તારો અને સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે પક્ષ દ્વારા સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Frequently Asked Questions
રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર કોણ બન્યા છે?
રાજકોટના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બન્યા છે?
ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની પસંદગી થઈ છે.
આ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા કેવી રહી?
પદાધિકારીઓની પસંદગી પહેલાં રાજકોટમાં રાજકીય મથામણનો માહોલ જોવા મળ્યો હતો. બંધ બારણે અનેક તબક્કાની બેઠકો યોજાઈ હતી.






















