Rajkot: રાજકોટમાંથી એક સનસનીખેજ પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે, વિદ્યાર્થી પર શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિદ્યાર્થીએ શિક્ષકા સાથે અઢી વર્ષ સુધી લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે, એટલુ જ નહીં શિક્ષિકાને વિદ્યાર્થીએ વિદેશમાં સ્થાયી થવાનું સપનુ પણ બતાવ્યુ હતુ. હાલમાં આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિદ્યાર્થી પર શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, અગાઉ જ્યારે વિદ્યાર્થી જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો તે સમયે જે શિક્ષિકા તેને ભણાવતી હતો, તેની સાથે પ્રેમ સંબંધમાં હોવાની વાત સામે આવી છે. 12 વર્ષ બાદ વિદ્યાર્થીએ સોશ્યલ મીડિયાથી શિક્ષિકા સાથે સંપર્ક કર્યો અને અઢી વર્ષ સુધી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. એટલુ જ નહીં શિક્ષિકાને વિદેશમાં સ્થાયી થવાનુ સ્વપ્ન પણ બતાવ્યુ હતુ. નોંધાયેલી ફરિયાદ અનુસાર, વિદ્યાર્થી યુવકને વેપારમાં ખોટ ગઇ હોવાથી 7 લાખ રૂપિયા પણ પડાવ્યા હોવાનો આરોપ છે.
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યોઅમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી લોહીના સંબંધોને લજવતો અને હચમચાવી મૂકે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિકૃત માનસિકતા ધરાવતા સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષ અને 10 મહિનાની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, બાળકીની માતાએ સમયસર પહોંચી જઈને પોતાની દીકરીને આ નરાધમની ચુંગાલમાંથી બચાવી લીધી હતી. આ મામલે માતાએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા, કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બની ત્યારે રાતનો સમય હતો. જમી પરવારીને બાળકીની માતા બેડરૂમની બહાર કપડાં સૂકવી રહી હતી. આ જ તકનો લાભ લઈને ઘરમાં રહેલા સાવકા પિતાની દાનત બગડી અને તેણે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ જેવી બાળકી સાથે અડપલાં કરવાની શરૂઆત કરી કે તરત જ ગભરાયેલી દીકરીએ જોરથી ચીસાચીસ કરી મૂકી. બાળકીની બૂમો સાંભળીને માતા તરત જ દોડીને બેડરૂમમાં પહોંચી ગઈ. ત્યાં તેણે જોયું તો આરોપી અને માસૂમ બાળકી વાંધાજનક સ્થિતિમાં હતા. પોતાની દીકરીને આ હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, તેણે સહેજ પણ ડર્યા વગર તાત્કાલિક પોતાની દીકરીને આરોપીના હાથમાંથી આંચકી લીધી અને તેને બચાવી લીધી. આ પછી તરત જ તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી.
