Rajkot News: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, સુરત, બનાસકાંઠા, અમદાવાદ બાદ રાજકોટમાં એક નાની બાળકીને પીંખી નાંખવાની ઘટના સામે આવી છે. તાજા માહિતી પ્રમાણે, રાજકોટમાં એક હવસખોર પૌઢે માત્ર 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે. રાજકોટ શહેરમાં રામચંદ્ર પાસવાન નામના પૌઢે આ કરતૂત કરી છે, જોકે પોલીસે હાલમાં આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીને પૌઢે ફ્રાયમ્સ ખવડાવવાના બહાને બોલાવી હતી, જ્યારે બાળકી આવી તો પૌઢ તેને પોતાના રૂમમાં લઇ ગયો અને તેને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, સમગ્ર ઘટના બહાર આવતા જ શહેરના આજીડેમ પોલીસે પૌઢને પકડી લીધો હતો. હાલમાં દુષ્કર્મ પીડિત ત્રણ વર્ષનીને બાળકી રાજકોટ સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા.
યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી
આરોપીએ યુવતીને કહ્યું હતું કે જો કોઈને કહીશ તો યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રીક રૂમમાં કામના બહાને બોલાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પાંચ વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો જો તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી. યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી દેવરાજ વાલજી ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.