Rajkot News: રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે, આ દરોડાની કાર્યવાહીને લઇને એક મોટો ખુલાસો આજે સામે આવ્યો છે. જે.જે.બુલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના સોની બજારમાં DDGI મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, આમાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. રાજકોટમાં કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો થયો છે, તે પ્રમાણે જે.જે. બૂલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું પણ ખુલ્યુ છે. ત્રણ દિવસ અગાઉ આસ્થા ટ્રેડિંગ પર દરોડા પાડ્યા હતા. આ મામલે હિતેશ લોઢીયાની ધરપકડ કરીને તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં DDGI છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે, રાજકોટમાં સોની બજારમાં DDGIના દરોડાનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. 1467 કરોડના બૉગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસમાં ખુલાસો થયો છે. જે.જે. બૂલિયન પર સર્ચ ઓપરેશનમાં રૂપિયા 1 થી 1.50 કરોડની ITC લેવાનું ખૂલ્યું છે. 3 દિવસ પહેલા સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડિંગ પર દરોડા પડ્યા હતા. આમાં હિતેશ લોઢીયાની ધરપકડ કરી હતી, તેને જ્યૂડિશિયલી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે. હજુ પણ સોની બજારમાં DGGI દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સોની બજારમાં DGGI(Directorate General of GST Intelligence)દ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. રાજકોટના આસ્થા ટ્રેડરના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે. 44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા.
પહેલાથી જ રાજકોટમાં યથાવત છે દરોડાનો દૌર
સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે. મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે. આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે. વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.
રાજ્યના 9 શહેરોમાં GST વિભાગના દરોડા
રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. 25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી.
અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.