રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત કેસમાં ખુલાસો થયો છે કે દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બંને મિત્રોની હત્યા કરવામાં આવી હતી. બુટલેગર જીણા ભગતે આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot News: રાજકોટમાં બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો, દેશી દારૂમાં ઝેર ભેળવી બંન્નેની કરાઈ હત્યા
Rajkot News: રાજકોટના સંતકબીર રોડ પર બે મિત્રના દેશી દારૂ પીધા બાદ રહસ્યમય મોતનો કેસમાં નવો જ વળાંક આવ્યો છે

- રાજકોટમાં બે મિત્રોના દેશી દારૂ પીધા બાદ મોત, હત્યાનો ઘટસ્ફોટ.
- બુટલેગર જીણા ભગતે દેશી દારૂમાં ઝેર ભેળવી બંનેની હત્યા કરી.
- પોલીસને બાતમી આપવાની અદાવતમાં બદલો લેવા રચ્યું હતું કાવતરું.
- આરોપી જીણા ભગતે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો કર્યો પ્રયાસ.
Rajkot News: રાજકોટના સંતકબીર રોડ પર બે મિત્રના દેશી દારૂ પીધા બાદ રહસ્યમય મોતનો કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે મિત્રોના મોત કેસમાં મોટો ખુલાસો થયો હતો. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બંને મિત્રોની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. બુટલેગર જીણા ભગતે દેશી દારૂમાં ઝેર ભેળવી તેઓની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. અગાઉ પોલીસને બાતમી આપ્યાની અદાવત રાખી હત્યા હોવાનુ્ં માનવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે ગઈકાલે મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનો મૃતદેહ મળ્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમે જીણા ભગતની અટકાયત કરી હતી. CCTVમાં અલ્પેશ, જીણા ભગત વચ્ચે દેશી દારૂની આપ-લે થતી હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટમાં રવિવારની રાત્રીના બનેલી જે ઘટનાને લઠ્ઠાકાંડ સમજી પોલીસે તપાસ શરૂ કરી હતી તે સમગ્ર કેસ ડબલ મર્ડરનો હોવાનો ખુલાસો થયો છે. જીણા ભગત નામના શખ્સે બદલો લેવા માટે દારૂમાં ઝેર ભેળવી બંનેને મોતને ઘાટ ઉતાર્યાનો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે જીણા ભગતે હત્યાનું કાવતરૂ ઘણા દિવસ પહેલા ઘડી કાઢ્યું હતું. જીણા ભગતે 15મેના રોજ પોતાની પત્ની પાસે ઘરમાં છાંટવા માટે ઝેરી દવા મંગાવી લીધી હતી. ઘરમાં અવારનવાર જંતુનાશક દવાનો છંટકાવ થતો હોવાથી પત્નીને પણ પતિના આ ખૂની ઈરાદાની ગંધ આવી ન હતી.
જીણા ભગત અગાઉ વરલી મટકાનો જુગાર રમાડતા બુટલેગર બની ગયો છે. જેને પોલીસને બાતમી આપવાનો ગુસ્સો રાખીને મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાને પતાવી દીધા હતાં. કાવતરાના ભાગરૂપે જીણા ભગતે અલ્પેશને 200 રૂપિયા આપી બંને માટે બે- બે થેલી દેશી દારૂ લાવવા મોકલ્યો હતો. અલ્પેશ ચાર કોથળી લઈને આવ્યો ત્યારે જીણા ભગતે પોતાની દુકાનમાં જ બે કોથળીઓમાં ઝેરી દવા નાખી દીધી ત્યારબાદ હવે મારે દારૂ નથી પીવો તેમ કહી પોતાની એ ઝેરી કોથળીઓ પણ અલ્પેશને આપી દીધી હતી.
આરોપીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
બીજી તરફ રાજકોટમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી હત્યાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં આરોપી જીણા ભગતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જીણા ગોહિલે ધરપકડથી બચવા આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો આરોપ છે.
Frequently Asked Questions
રાજકોટમાં દેશી દારૂ પીવાથી બે મિત્રોના મોત કેસમાં શું નવો ખુલાસો થયો છે?
આ હત્યાનો મુખ્ય આરોપી કોણ છે અને શા માટે તેણે હત્યા કરી?
આ હત્યાનો મુખ્ય આરોપી જીણા ભગત નામનો બુટલેગર છે. તેણે પોલીસને બાતમી આપનાર મિત્રો પર બદલો લેવા માટે દારૂમાં ઝેર ભેળવી તેમની હત્યા કરી હતી.
આરોપી જીણા ભગતે હત્યાનું કાવતરું કેવી રીતે ઘડ્યું?
જીણા ભગતે હત્યાનું કાવતરું ઘણા દિવસ પહેલા ઘડી કાઢ્યું હતું. તેણે પોતાની પત્ની પાસે ઘરમાં છાંટવા માટે ઝેરી દવા મંગાવી લીધી હતી અને પછી દારૂની કોથળીઓમાં ભેળવી દીધી હતી.
પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી જીણા ભગતે શું પગલું ભર્યું?
પોલીસ સ્ટેશનમાં આરોપી જીણા ભગતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.






















