Rajkot, Groundnut Oil Price Up: છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, હવે આની અસર માર્કેટમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ સમામાર મળી રહ્યાં છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં સિંગતેલના ભાવમાં જોરદાર વધારો થયો છે. અત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બા દિઠ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી માવઠુ થઇ રહ્યું છે, માવઠાની અસર હવે માર્કેટમાં જુદાજુદા તેલિબિયાની કિંમતો પર થઇ રહી છે. ખેતપેદાશોમાં ભાવમાં જોરદાર વધારો આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી સિંગતેલના ભાવ ઉંચકાયા છે. અત્યારે સિંગતેલના ડબ્બા દીઠ ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, આની સાથે જ બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ ઉપરાત માર્કેટમાં કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા સુધીનો રહ્યો છે. ખાસ વાત છે કે, સૌરાષ્ટ્રમાં માવઠુ થતાં ખેત પેદાશો પર અસર જોવા મળી રહી છે. સિંગતેલ ખરીદવાની સિઝન સમયે જ ભાવમાં વધારો થતાં લોકોમાં ચિંતા વધી છે.
દિવાળી પહેલા વધ્યા હતા ખાદ્યતેલોના ભાવ
દિવાળી પહેલા રાજ્યમાંથી ઠેર ઠેર ભાવ વધારાના સામાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતા સમચાર પ્રમાણે, રાજકોટમાં આજે કપાસિયા તેલના ભાવનાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બા દીઠ 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી ટાણે જ રાજકોટમાં ફરી એકવાર કપાસિયા તેલના ભાવનાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકાથી લોકોની દિવાળી બગડી શકે છે, આજે એક જ દિવસમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 હતો જે વધી 1610 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતાઓ ઉભી થઇ છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં જોરદાર વધારો થયો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.
દિવાળી નિમિતે BPL કાર્ડ ધારકોને ગુજરાત સરકારે આપી હતી મોટી ભેટ
નવરાત્રીની સાથે જ તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરીબ લોકોને રાહત આપવા માટે ગુજરાત સરકાર મોટો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવશે. આ માટે પુરવઠા વિભાગે નાણાં વિભાગ પાસે મંજૂરી માગી છે. વધારાના ખાદ્યતેલ પાછળ થનારા ખર્ચ અંગે નાણાં વિભાગે પાસે મંજૂરી માગવામાં આવી છે. આ મામલે નાણાં વિભાગ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે, દર વર્ષે બીપીએલ કાર્ડ ધારકોને દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવે છે. આ વર્ષે પણ સરકારે BPL કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવા તૈયારી કરી છે. રાશન કાર્ડ એ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના દ્વારા કોઈપણ પરિવારને સરકાર તરફથી મફત અથવા સસ્તા દરે રાશન મળે છે. આ રાશન પેકેજમાં લોટ, કઠોળ, ચોખા, તેલ અને અન્ય ખાદ્ય વસ્તુઓ હોઈ શકે છે. રેશન કાર્ડ દ્વારા, તમે સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવવા માટે માન્યતા મેળવો છો. કેટલાક પરિવારોના રેશનકાર્ડમાં અનેક પ્રકારની ભૂલો છે. આ ભૂલોમાં સૌથી મહત્વની બાબત એ છે કે પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં લખેલા હોવા જોઈએ. શું તમારા પરિવારના કોઈ સભ્યનું નામ રેશન કાર્ડમાં નથી? જો એમ હોય, તો તમારે તેને સુધારવું જોઈએ. તમે તેને સરળતાથી ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો.
રેશનકાર્ડ ઘણી જગ્યાએ ઉપયોગી છે
રેશન કાર્ડ તમારા માટે સરનામું અને ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. આવી સ્થિતિમાં પરિવારના તમામ સભ્યોના નામ રાશન કાર્ડમાં હોવા જરૂરી છે. જો ઘરમાં તમારી પત્ની અથવા બાળકનું નામ રેશન કાર્ડમાં નોંધાયેલ નથી, તો અહીં તમે તેમના નામની નોંધણી કરાવવાની સરળ પ્રક્રિયા જાણી શકો છો. તે પહેલા, રાશન કાર્ડમાં તમારું નામ અપડેટ કરવા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર છે તે સમજો.