Rajkot News TRP Game Zone Case: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઇને મોટા સમાચારા સામે આવ્યા છે. આ ઘટનામાં આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ED તરફથી મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં 28 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો પણ ખુલાસો થયો છે, જેને લઇને હવે ઇડીએ કેટલીક સંપતિઓ ટાંચમાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Continues below advertisement

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમા મુખ્ય સહઆરોપી અને રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. મનસુખ સાગઠિયા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ED તરફથી મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાઈ છે. ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, અને આ મામલે કોર્ટે 24 ડિસેમ્બરના હાજર થવા નોટિસ પણ ફટકારી છે. એટલું જ નહીં મનસુખ સાગઠિયાના પત્ની અને પુત્ર સામે પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. એસીબીની તપાસમાં તો  સાગઠિયાએ ભ્રષ્ટાચાર આચરી આવકથી વધુ 28 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો હતો, જેથી એસીબીએ આ મુદ્દે ઈડીને જાણ કરી હતી, હવે ઈડીએ કેટલીક સંપત્તિઓ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

ED દ્વારા પાડેલા દરોડા દરમિયાન મોટી સંખ્યામાં કિંમતી માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ ટીમને રોકડ રકમ, સોનું, ચાંદી, હીરા, કિંમતી ઘડિયાળો, તેમજ વિદેશી ચલણી નોટો મળી આવી છે. ઉપરાંત અનેક પ્રોપર્ટીના દસ્તાવેજો પણ EDના હાથ લાગ્યા છે. તપાસ અધિકારીઓ મુજબ આ સંપત્તિ 1 એપ્રિલ 2012થી 31 મે 2024 દરમિયાન ઊભી કરવામાં આવી છે અને તેની સામે મનસુખ સાગઠિયાની જણાવેલી આવક ઘણાં અંશે ઓછી છે. EDએ મનસુખ સાગઠિયાની મિલકત અંગે વિવિધ બેંક એકાઉન્ટો, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, જમીનો અને ઘરોની વિગતો એકત્ર કરી છે. મનસુખ સાગઠિયાએ ગેમઝોનના વ્યવસાયના નામે કેટલી આવક દર્શાવી હતી અને વાસ્તવમાં કેટલી કમાણી થઈ હતી તે અંગે પણ ED દ્વારા તપાસ ચાલુ છે. મનસુખ સાગઠિયા હાલમાં જેલમાં છે અને ED તેમની કસ્ટડી માટે કોર્ટમાં વિનંતી કરી શકે તેવી શક્યતા છે.                                                  

Continues below advertisement