રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશ્નરે પોતાના ઘરેથી ચાર્જ છોડ્યો છે. JCP ખુરશીદ અહેમદને રાજકોટ પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. જૂનાગઢ તાલીમ ભવન કેન્દ્રમાં હાજર નહિ થતા અવઢવ છે. બદલીના ઓર્ડર બાદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો. 


 



રાજકોટની કથિત કટકીકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી.  SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી હતી. રાજકોટમાં પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે.  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ એસ.બી.સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટ (RAJKOT) પોલીસ કમિશનર (Commissioner of Police)દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર (State Government)દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ  ગૃહ વિભાગને (Home Department)સોંપવામાં આવ્યો હતો.




આ રીપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)જણાવ્યું હતું.  રાજ્ય પોલીસ વડાએ ગૃહ મંત્રીને રીપોર્ટ સોંપ્યો હોય તેવા અહેવાલ હતા.  આઈપીએસ વિકાસ સહાયની તપાસ બાદ ડીજીપી આશિષ ભાટિયાને તપાસ રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો. 



તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરાઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.  નોંધનીય છેકે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રોજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાથ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.


વિકાસ સહાયે તપાસના અંતે 200થી વધુ પાનાનો લેખિત રિપોર્ટ તૈયાર કરીને રાજ્યના ગૃહ વિભાગને સોંપી દિધો હતો.  રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર શું એક્શન લેવાય છે ? તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે હવે તેમની બદલી કરવામાં આવી છે.