રાજકોટ: રાજ્યના પોલીસકર્મીઓનો ટિકટોક ફિવર હજુ થમ્યો નથી ત્યાં વધુ એક રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. સીમ્બા સ્ટાઈલમાં ટિકટોક બનાવેલો વીડિયો વાયરલ થયો છે. ભક્તિનગર પોલીસ કોંસ્ટેબલ ડી કે ઝાલા નામના પોલીસકર્મીનો આ સિમ્બા સ્ટાઈલ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ક્યારનો છે તે અંગે કોઈ હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ.

હાલમાં જ બોલીવૂડની ફિલ્મ સીમ્બા સ્ટાઇલમાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ભક્તિનગર પોલીસ કોંસ્ટેબલ ડી કે ઝાલા હોવાનું સામે આવ્યું છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ ડીસીપી રવિ મોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા પણ અનેક પોલીસકર્મીઓના અલગ અલગ બોલીવુડ સ્ટાઈલમાં ટિકટોક વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયા છે.