RAJKOT: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી યૂનિ દ્વારા લેવામાં આવેલા એક વિષયને બંધ કરવાના નિર્ણયને લઇને હવે વિવાદ વકર્યો છે. ખરેખરમાં, સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ વિષયને બંધ કરવાને લઇને નિવેદન આપ્યુ હતુ.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવામાં આવશે, ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિવેદન અને પરિપત્રને લઇને ભારે વિરોધ અને હોબાળો મચ્યો હતો. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, યૂનિવર્સિટીમાંથી હવે ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવામાં આવશે, પરંતુ પરંતુ ભારે વિરોધ અને વિવાદ થયા બાદ યૂનિવર્સિટીના સત્તાધિશોએ ગણતરીના કલાકોમાં યુટન મારી લીધો છે. સત્તાધિશોએ હવે પરિપત્રને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમને ફેરવી તોળતા કહ્યું કે, આ અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો નથી માત્ર વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે આ અભ્યાસક્રમ પસંદ ના કરો. તેમને વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર અનુદાનિત કૉલેજોમાં ભારતીય સંસ્કૃતિ વિષયના પ્રૉફેસરોની ભરતી કરશે.
રાજકોટમાં લાંચ કેસમાં પકડાયેલા કમિશનરના ઘરે વિચિત્ર ચોરી, તસ્કરો લાખોના દાગીના ને અડ્યા પણ નહીં ને ટીવી લઇને ભાગ્યા, તપાસના આદેશ
રાજકોટમાં આજે એક વિચિત્ર ચોરીની ઘટના ઘટી છે, એક અધિકારીના ઘરમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા, આ તસ્કરોએ ઘરમાં રહેલા લાખોના દાગીના ના ઉઠાવ્યા પરંતુ માત્ર ટીવીની ચોરી કરીને ભાગી ગયા હતા, જોકે, આ વિચિત્ર ચોરી અંગે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી એવી છે કે, ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ, કેમ કે આ EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરને લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, આ સીલ કરેલા ઘરમાં ગઇ કાલે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જ્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો તો ઘરમાં રહેલા 25 લાખના દાગીના સહીસલામત રાખ્યા હતા અને તસ્કરો માત્ર ટીવી ચોરી ગયા હતા. આ સીલ થયેલા ઘરમાં ચોરી થતાં ગાંધીનગરથી પણ સીબીઆઇની ટીમે દોડીને રાજકોટ પહોંચી હતી. આ પછી આ ચોરીના બનાવ અંગે સીબીઆઇએ મકાન માલિકને FIR કરવા માટે સૂચના આપી હતી, જે પછી યૂનિવર્સીટી પોલીસે આ તસ્કરીની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial