રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને કોરોના દૈનિક કેસો 500ને પાર થઈ ગયા છે, ત્યારે સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવા સમયે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મહત્વનો નિણર્ય લીધો છે. વાલીઓએ વેકસીન નહીં લીધી તો બાળકો ઓફલાઇન અભ્યાસ નહિ. ઓનલાઇન અભ્યાસ કરવો પડશે.


શાળામાં વિદ્યાર્થીમાં સક્રમણ વધતા મંડળ દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનું પણ પાલન કરવા મંડળની તમામ શાળાને તાકીદ કરવામાં આવી છે. 


રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપાના અધિકારીઓ એક્શનમાં છે. શહેરમાં અલગ અલગ પાંચ જાહેર સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટના કેકેવી હોલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, રૈયા ચોકડી અને લીંબડા ચોકમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. રાજકોટ મનપા વિસ્તારમાં દરરોજના 25થી વધુ કેસ આવે છે. તો જિલ્લામાં પણ દરરોજના 20 થી વધુ કેસ આ રહ્યા છે. મનપા દ્વારા 50 જેટલા ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા. ટ્રસ્ટીગ વધશે તો કેસમાં પણ વધારો થઈ શકે. મનપા શરૂ કરેલા બુથ પણ કાગડા ઉડે તેવો માહોલ છે. સવારથી અત્યાર સુધીમાં માં માત્ર 4 લોકો એ જ કોરોના ટેસ્ટ કરાવ્યો.


રાજકોટમાં બાળકોમાં વેકસીનને લઈને ભારે ઉત્સાહ છે. રાજકોટ શહેરમાં અંદાજિત 81 હજાર બાળકોને ડોજ આપવામાં આવશે. અલગ અલગ સ્કૂલો દ્વારા મનપા આરોગ્ય વિભાગને બાળકોનો ડેટા આપવામાં આવ્યો. મનપાએ અલગ અલગ ખાનગી સ્કૂલો અને ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો પાસેથી બાળકોની માહિતી મેળવવામાં આવી.
સોમવાર તારીખ ૩થી અલગ-અલગ સ્કૂલોમાં જઈને મનપા દ્વારા વિદ્યાર્થીઓનું વ્યક્તિને શરૂ કરવામાં આવશે. અલગ-અલગ સ્કૂલોમાં મનપાએ સમય અને તારીખ આપી.


ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે.


મોરબીની નવયુગ વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોરોના પોઝીટીવ આવ્યો અને તેના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગ્યો હતો. નવયુગ વિધાલય દ્વારા ૭ દિવસ માટે સ્કુલ બંધ કરવામાં આવી  છે. વિધાર્થીઓને ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.


આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા.