શોધખોળ કરો

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rajkot TRP Game Zone Case: એબીપી અસ્મિતાના સતત અહેવાલોના દબાણ હેઠળ તંત્રએ સામાન્ય રીતે જોવા મળતા માત્ર સસ્પેન્શનના બદલે સીધા ડિસમિસલની આ પ્રથમ અને સૌથી મોટી દાખલારૂપ કાર્યવાહી કરી છે. 

Rajkot TRP Game Zone Case: ગુજરાતને હચમચાવી દેનારી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના કમિશનરે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લઈને અગ્નિકાંડ માટે જવાબદાર 6 ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ કર્યો છે, જ્યારે પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાના તમામ ભથ્થાં રદ કરીને માત્ર પ્રોવિઝનલ પેન્શન આપવાની જાહેરાત કોર્ટમાં કરી છે. 

એબીપી અસ્મિતાના સતત અહેવાલો અને જનતાના આક્રોશના દબાણ હેઠળ તંત્રએ સામાન્ય રીતે જોવા મળતા માત્ર સસ્પેન્શનના બદલે સીધા ડિસમિસલની આ પ્રથમ અને સૌથી મોટી દાખલારૂપ કાર્યવાહી કરી છે. 

રાજકોટ મનપાના ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો છે જ્યાં અગાઉ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ગુનાની ગંભીરતા જોતાં સીધા જ નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરી દેવામાં આવ્યા છે. મનપા કમિશનર દ્વારા લેવાયેલા આ આકરા પગલાની સત્તાવાર જાણકારી કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે, જેનાથી કાયદાકીય મોરચે પણ દોષિતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મનપા દ્વારા ડિસમિસ કરાયેલા અધિકારીઓમાં મુખ્ય ફાયર ઓફિસર રોહિત વિગોળા, ટાઉન પ્લાનિંગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે.

અગાઉ સસ્પેન્ડ કરાયેલા પાંચ ભ્રષ્ટ અધિકારીઓને રાજકોટ મનપા કમિશનર દ્વારા અદાલત સમક્ષ સત્તાવાર જાણકારી આપીને સેવામાંથી કાયમી ધોરણે ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને વહીવટી તંત્રમાં દાખલારૂપ કડક પગલાં લેવાના હેતુથી તાજેતરમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા ખાતે આ અભૂતપૂર્વ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વહીવટી ઈતિહાસમાં અગાઉ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને આટલા મોટા પાયે સીધા જ નોકરીમાંથી બરતરફ (ડિસમિસ) કરવાનો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો છે.

ભ્રષ્ટ બાબુઓ સામે મનપાનો કડક સકંજો 
એબીપી અસ્મિતાના સતત સચોટ અને સત્ય અહેવાલોના કારણે તંત્ર આ આકરી કાર્યવાહી કરવા માટે મજબૂર બન્યું છે. મનપાના આદેશ અનુસાર ડિસમિસ કરાયેલા મુખ્ય અધિકારીઓમાં ફાયર ઑફિસર રોહિત વિગોળા, ટાઉન પ્લાનિંગ (TP) વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સૌથી ભ્રષ્ટ અને વિવાદાસ્પદ ભૂતપૂર્વ અધિકારી મનસુખ સાગઠિયા સામે કડક વલણ અપનાવતા તેના તમામ ભથ્થા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે, અને તેને માત્ર પ્રોવિઝનલ પેન્શન જ મળશે.

આ અગ્નિકાંડ નહીં પણ હત્યાકાંડ છે: વશરામ સાગઠિયા
આ મોટી કાર્યવાહી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વશરામ સાગઠિયાએ મીડિયાનો આભાર માનતા જણાવ્યું હતું કે, માધ્યમોની મહેનતના કારણે જ આજે અધિકારીઓ પર આકરા પગલાં લેવાયા છે. તેમણે આ ઘટનાને અગ્નિકાંડ નહીં પણ તંત્ર પ્રેરિત ‘હત્યાકાંડ’ ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે હજુ પણ પડદા પાછળના અનેક જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. બીજી તરફ વકીલ પરશોત્તમ પીપળીયાએ પણ એબીપી અસ્મિતાની ન્યાયની લડતને બિરદાવી જણાવ્યું હતું કે, આ નિર્ણયથી પીડિત પરિવારોને મોટી રાહત મળી છે અને ન્યાય પ્રણાલી પર ભરોસો વધ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget