Rajkot Video Viral News: રાજકોટમાં ફરી એકવાર ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું તેમ લાગી રહ્યુ છે, હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટમાં ફરી એકવાર ગુંડારાજની શરૂઆત થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના મેઇન માર્કેટમાં બે જૂથો વચ્ચે જબરદસ્ત મારામારીની ઘટના દેખાઇ રહી છે. 

Continues below advertisement

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટમાં ગુંડારાજની શરૂઆત થતી દેખાઇ રહી છે. રાજકોટ અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવે છે, તાજેતરમાં જ શહેરના યૂનિવર્સિટી રૉડ પર બે જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી ઘટના ઘટી હતી. યૂનિવર્સિટી રૉડ પર આવેલા સરિતા વિહાર પાસે રાત્રિના સમયે બે જૂથોના લગભગ 40 -50 લોકો આમને સામને આવી ગયા હતા, અને છૂટાહાથની મારામારી કરવા લાગ્યા હતા. આ વીડિયો પરથો સ્પષ્ટ થઇ રહ્યું છે કે, રાજકોટમાં આવારા અને લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. 

Continues below advertisement

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા. 

યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી

આરોપીએ યુવતીને કહ્યું હતું કે  જો કોઈને કહીશ તો યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી.  યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રીક રૂમમાં કામના બહાને બોલાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પાંચ વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો જો તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી.  યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી દેવરાજ વાલજી ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે.  આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.