રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Rajkot News: રાજકોટ એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ પર ગંભીર આરોપ લાગ્યા છે. જાણીએ શું છે એઇમ્સની ભરતીનો સમગ્ર મામલો

Rajkot News: રાજકોટ એઇમ્સમાં ભરતી મામલે કૌંભાડ થયુ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. અહીં દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધાનો આરોપ લાગ્યો છે, આક્ષેપ છે કે, ડો.કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે. તેમનુ ડિસેબીલિટી સર્ટી હોવા છતા મેડિકલ ફિટ બતાવી તેમને રાજકોટ એઇમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દેવાયા છે. મેડિકલ ફિટ બતાવી દિવ્યાંગ પુત્રને એઈમ્સમાં નોકરી લગાવી દીધાનો આરોપ છે. ઉલ્લેખનિય છે કે, તેવી વિગતો પણ સામે આવી છે કે, ભાવેશ કટોચ છેલ્લા 17 વર્ષથી આંચકી દવા લેતા હતા અને આંચકી ઉપડતા એઈમ્સમાં દવા લીધી હતી. આ વિગતો સામે આવ્યાં બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે, 60%નું ડિસેબીલિટી સર્ટી હોવા છતા કઈ રીતે તેમને મેડિકલ ફિટ ગણાવી શકાય?
પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળા પર પણ આ મામલે ગંભીર આરોપ લાગ્યાં છે. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માગ છે કે.એઇમ્સમાં થયેલી આ ભરતીની પહેલેથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરવામાં આવે અને તપાસ બાદ ડો.કટોચ સામે કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ મામલે abp અસ્મિતાએ ડો.કટોચનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડો.કટોચનો ફોન સતત બિઝી આવતો હતો. એઈમ્સમાં ભરતી વિવાદને લઈ સાંસદ રૂપાલાએ ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે. રૂપાલાએ જણાવ્યું કે, “એઈમ્સમાં કોઈ પણ ગેરરીતિ નહિ ચલાવી લેવાઇ. જે પ્રમાણે ભરતી ચાલી રહી છે અને જે વિવાદ થયો છે તે મુદ્દે પણ તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું”
અસુવિધા અને અપૂરતા સાધનાનો લઇને એઇમ્સ પર સવાલ
રાજકોટની એઈમ્સ ભરતી મુદ્દે તો અન્ય અસુવિધાને લઇને પણ વિવાદમાં આવતી રહે છે. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી હતી. જ્યારે એઈમ્સના મેડિકલ સ્ટોરમાં ફાર્માના વિદ્યાર્થીને સાપ કરડ્યો હતો.સુવિધાના અભાવે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. યુવકને સારવાર આપવા માટે જરૂરી સાધનો ન હોવાનો આરોપ ઉઠ્યાં હતા. સાધનો ન હોવાથી યુવકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જન ઔષધિમાં કામ કરતા અરમાન જેઠવા ને સાપ કરડયો હતો. જેમણે એઇમ્સમાં અસુવિધા અને પુરતા સાધનો ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઉલ્લેખનિય છે કે,AIMS હોસ્પિટલ શરૂ થઈ બે વર્ષ થયા પરંતુ હજી પણ અનેકવાર હોસ્પિટલમાં અપુરતા સાધનો અને અગવડતાને લઇને ફરિયાદો ઉઠતી રહે છે.





















