રાજકોટમાં બ્લેકમેઇલિંગનો અજીબ કિસ્સો, ન્યૂડ ફોટો વાયરલ કરવાની ઘમકી સાથે પડાવ્યાં 4 લાખ
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ શિક્ષક અને શિક્ષિકા સામે બ્લેકમેઇલિંગ કરીને 4 લાખથી વધુ રકમ પડાવાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેકમેઈલિંગ અને દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીએ સરકારી શાળાના શિક્ષક- શિક્ષિકા વિરૂદ્ધ દુષ્કર્મ, ખંડણી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો કે, મોરબી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિ ઘેટિયા અને પડધરી તાલુકાની રોહિશાળા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકીએ એક સંપ કરી વારંવાર દુષ્કર્મનો શિકાર બનાવી... આટલું જ નહીં યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટો અને વીડિયો બના્વ્ા હતા. આ વીડિયો સાથે તેને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું આ શિક્ષક શિક્ષિકાએ કહ્યું કે. " જો કોઈને કહીશ તો વીડિયો- ફોટો વાયરલ કરી દઇશું. ફોટો જાહેર કરવાની ધમકી સાથે ચાર લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધાનો આરોપ પણ છે. ભોગ બનનાર યુવતીએ તો એવો પણ આરોપ લગાવ્યો કે લગ્ન નક્કી થઈ ગયા હતા તે પણ રોકાવ્યા... આટલું જ નહીં લગ્ન રોકાવ્યા બાદ બોલાવી ચાર્જિંગ વાયરથી માર માર્યો... હાલ તો યુવતીના આરોપને પગલે યુનિવર્સિટી પોલીસે શિક્ષક- શિક્ષિકા વિરૂદ્ધ દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ, ધમકી, ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો..... યુનિવર્સિટી પોલીસે હાલ શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી છે... જ્યારે મુકેશ સોલંકીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે..
આ ઘટનામાં શિક્ષિકા મહિલાએ સ્ત્રી જગતને કલંક લગાડતું કૃત્યુ કર્યાનું સામે આવ્યું છે. અહીં શહેરમાં રહેતી એક યુવતીને પહેલાં તો શિક્ષિકા પ્રીતિ ઘેટીયા નામની મહિલા દ્વારા મુકેશ સોલંકીના સંપર્કમાં લાવવામાં આવી, ત્યારબાદ બંનેએ મળીને યુવતીનું શારિરીક શોષણ પણ કરવામાં આવ્યું. તેમના ન્યુડ ફોટા-વીડિયો ઉતારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. જે બાદ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કટકે-કટકે તેની પાસેથી રૂ.4.25 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. તેમજ આરોપી મૂકેશે યુવતીને કારના ચાર્જિંગ વાયર વડે તેમજ કળા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. યુવતીઓ તેમના લગ્ન પણ રોકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે, તેમના લગ્ન સમયે આ બંને પહોંચી ગયા હતા અને યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપીને લગ્ન રોકાવ્યા હતા. આખરે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીઘી છે જ્યારે મુકેશ સોલંકીની ઝડપી પાડવા માટે તજવીજ ચાલી છે.





















