Rajkot: ગાંધીનગર બાદ હવે રાજકોટમાં પણ રોગચાળો વકર્યો છે, ગયા મહિને ઇન્દોરમાં દુષિત પાણી પીવાથી 15 લોકોના મોત થયા હતા, અને 2800થી વધુ લોકો બીમારીનો ભાગ બન્યા હતા. હવે આ જ સ્થિતિ ગુજરાતના પાટનગર બાદ હવે રાજકોટમાં ઉભી થઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના 212 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં જ રાજકોટ મનપાએ કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં ચેકિંગ હાથ ધર્યુ છે. અહીંથી કમળાના બે કેસ પણ સામે આવ્યા છે. 

Continues below advertisement

ગુજરાતમાં ઠેર ઠેર રોગચાળાએ માજા મુકી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં પણ રોગચાળો વકર્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાજોકટમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠેર ઠેર લોકો બીમારીનો શિકાર બની રહ્યાં છે. ગાંધીનગર બાદ રાજકોટમાં ઇન્દોરવાળી સ્થિતિ દેખાઇ રહી છે. દુષિત પાણીના કારણે શહેરમાં એક અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના 212 કેસ નોંધાયા છે. ખાસ કરીને કોઠારિયા વિસ્તારમાં કમળાના બે કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મનપાની ટીમે તાબડતોડ કોઠારિયા વિસ્તારની સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધર્યુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.

રાજકોટમાં ગયા વર્ષે ટાઇફોઇડ ના 160થી વધુ કેસ નોંધાયા હતારાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં ટાઈફોઈડના કેસો વધ્યા હોવાનું એલર્ટ આપ્યુ છે. રાજકોટના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં ચાર દિવસમાં વધુ એક ટાઈફોઈડનો કેસ સામે આવ્યો છે. ગયા વર્ષે શહેરમાં 160 જેટલા કેસ નોંધાયા હતાં. શહેરમાં પાણીજન્ય રોગચાળાથી ઝાડા ઉલ્ટીના 212થી વધુ કેસો સામે આવ્યા છે. શહેરમા બજારમાં મળતા સેમ્પલો લેવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાણીના કૂલ 555 ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકોને ઉકાળેલુ પાણી પીવાની તથા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement