રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત થયા હતા. દરગાહમાં ન્યાજ ખાધા બાદ બન્ને બાળકો રોહિત (ઉ.વ.3) અને હરેશ (ઉ.વ.13) ના મોત થયા હોવાનું તેમના પિતા પ્રેમજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું.  જો કે, ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.  ગોંડલ સબજેલમાં બે બાળકોના હત્યારા પિતાએ આત્મહત્યા કરી લીધી છે. જેલ હવાલે થયેલા આરોપીએ સબજેલની બેરેકમાં બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 


બે બાળકોની હત્યાના આરોપી પિતાએ આપઘાત કર્યાના સમાચાર જેલમાં ફેલાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બોડીને પીએમ માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો


પહેલી પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો હોવાની પણ માહિતી સામે આવી હતી.  પોલીસ તપાસમાં પતિથી છૂટાછેડા લીધેલ પત્નીએ ચારિત્ર્ય અંગેની શંકાનો ખુલ્લાસો કર્યો હતો. લગ્ન સમયગાળા દરમિયાન પતિ-પત્નિ વચ્ચે ચારિત્ર્યની શંકાને ઝઘડા થતા હતા.




બે માસૂમ પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કરી


પહેલાં તો બે માસૂમ પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કરી હતી. બાદમાં પિતાએ પોતે પણ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.  રાજેશ મકવાણા નામનો શખ્શ પોતાના 3 વર્ષીય પુત્ર રોહિત અને 13 વર્ષીય પુત્ર હરેશને ગયા શુક્રવારે દરગાહમાં લઈ ગયો હતો. દરગાહમાં ભોજન કર્યા બાદ બંને પુત્રોની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું.  પિતા રાજેશ મકવાણાએ જ બંને પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કર્યાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.




આરોપીએ હવે ગોંડલ જેલમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.  આરોપી પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો અને 15 દિવસ પહેલાં જ પત્નીને છૂટાછેડા આપ્યા હતા.  બંને પુત્રો પોતાના સંતાન ન હોવાની તેને શંકા હતી. આ કારણોસર બંને પુત્રોની હત્યા કરી નાંખી હતી. 


ગોંડલ વોરાકોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાએ ઝેર પાઈને પોતાના બે પુત્રો રોહિત અને હરેશને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે રાજેશની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. જેલમાં હત્યારા પિતા રાજેશની આત્મહત્યાના બનાવને લઈ ડેપ્યુટી કલેક્ટર, પોલીસ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ગોંડલ સબજેલમાં બેરેક નંબર 1ના બાથરૂમમાં આજે વહેલી સવારે રાજેશે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.