RAJKOT CRIME BRANCH: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના જમાદારે બુટલેગરના પિતાને છોડી મુકવા લાખો રુપિયા માગ્યા છે. વિવાદાસ્પદ બુટલેગર પ્રતીક ચંદારાણા અને ક્રાઇમ બ્રાન્ચના જમાદાર વિજયગીરી ગોસ્વામીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચકચાર મચી ગયો છે. જો કે એબીપી અસ્મિતા આ ઓડિયોની પુષ્ટી નથી કરતું. બુટલેગરના મિત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી 5 લાખ જેવી રકમ આપવી પડશે તેઓ ઓડિયો વાઈરલ થયો છે.
હવે આ કથિત વાયરલ ઓડિયો સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો છે, જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા પાંચ લાખ રુપિયા માગવામાં આવ્યા છે. જો કે, આ ઓડિયોમાં જમાદાર કહી રહ્યા છે કે, ઉપર સુધી પૈસા આપવા પડે છે તેથી 50-50 હજારમાં કઈ ન થાય. જો કે પહેલીવાર નથી જ્યારે રાજકોટમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હોય, આ પહેલા પણ રાજકોટ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી.
રાજકોટમાં માત્ર 4 હજારની ઉઘરાણી મામલે પાટીદાર
માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે કોઈની હત્યા કરવામાં આવે તે કદાચ તમારા માનવામાં નહી આવે, પરંતુ આવી ઘટના સામે આવી છે રાજકોટમાં. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર માત્ર 4 હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત 13 તારીખના રોજ પાટીદાર યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
ગત 13 તારીખના રોજ પોસ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના પાટીદાર યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો સારવાર દરમિયાન મૌલિકે દમ તોડી દીધો. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા કરનાર બંન્નેની વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.