રાજકોટ:  આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે.  રાજકોટ શહેરમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના ઋષિ વાટિકા સોસાયટી પાસે જાહેર માર્ગ ઉપર નિવૃત્ત મામલતદારની પુત્રીએ અગ્નિસ્નાન કરી લેતા હડકંપ મચી ગયો હતો. 


ગત મોડી રાત્રે 3 વાગ્યા બાદ વિદ્યાર્થીનીએ સળગીને આત્મહત્યા કરી હતી.  હેતલ ભોજાણી નામની યુવતીએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. B.A.M.S.નું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં યુવતી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


રાજકોટની ઋષિ વાટિકા સોસાયટીમાં રસ્તા પર અગ્નિસ્નાન કર્યું હતું. નિવૃત્ત મામલતદારની દીકરી હેતલ ભોજાણીએ રાત્રે 3 વાગ્યે રસ્તા પર સળગીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Rajkot: રાજકોટ જિલ્લાના લોધિકા અને ગ્રામ્ય વિસ્તારમાં આફતનો વરસાદ,  ઉનાળુ પાકને નુકસાન


ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરુ થયો છે.  લોધિકા તાલુકામાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.  વરસાદના કારણે ઉનાળુ પાક તલ અને મગને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  


અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈ શું કરી મોટી આગાહી ? જાણો 


દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ  માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે.  હાલની સ્થિતિની વાત કરીએ તો કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર વાદળો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે  એક દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા જોવાઇ રહી છે.  કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, તાપી,ડાંગમાં  આજે   કમોસમી વરસાદ થઇ શકે છે.  હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  ચોમાસાના પડધમ વાગી રહ્યા છે. પ્રિમોનસૂન એક્ટિવિટી પણ ચાલુ થવાની છે.  સવારમાં વાદળો આવચતા હોય છે અને બપોરે વાદળો ફરી જતા રહે આ પ્રકારની પ્રક્રિયા સતત એક મહિના સુધી ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ શરુ થઈ ગઈ છે. જૂનની 15 તારીખની આસપાસમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે. 15થી 30માં ચોમાસુ શરુ થશે.