ભાવનગર : ગુજરાતમાં આજે બે બાળકો અને એક યુવકના કરુણ મોતની ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે તરૂણનું અકસ્માતે કુવામાં પડી જતા મોત નીપજ્યું છે. ખેડૂત પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો મહુવાથી સામે આવ્યો છે. હમીર પરમાર નામના ૧૫ વર્ષીય કિશોરનું કુવામાં પડી જવાથી મોત થયું છે. મૂળ સાવરકુંડલાનું પરિવાર મહુવાના મોટાખુટવડા ગામે ધીરુભાઈ પટેલની વાડીમાં ખેતીવાડી કરીને ગુજરાત ચલાવી રહ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ૧૫ વર્ષિય કિશોરને પી.એમ અર્થે મહુવાના મોટાખુટવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે.

Continues below advertisement

રમતા રમતા છત પરથી નીચે પડી જતાં 4 વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવમોરબીઃ હળવદમાં છત પરથી પડી જતાં ૪ વર્ષના બાળકનું મોત થયું છે. સિદ્ધિ વિનાયક સોસાયટીમાં બનાવ બનાવ્યો. ક્રિષ્ના બહાદુરભાઈ મુણીયા (ઉ.૪)નું મોત થયું છે. બાળક ઘરની છત પર રમી રહ્યો હતા. દરમિયાન રમતા રમતા છત પરથી પડી જતા મોત નીપજ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

છરીથી શું થઈ શકે તે બાબતે ચાલતી મજાકમાં હત્યા

Continues below advertisement

રાજકોટના ખોખડદળમાં યુવાનની હત્યા થઈ ગઈ છે. વિધવા ભાભીના ઘરે મૃતક યુવાન આવ્યો હતો. ભાઈના શાળાએ મૃતકની હત્ત્યા કરી હોવાનું આવ્યું સામે. છરીથી શું થઈ શકે તે બાબતે મજાક ચાલતી હતી. મજાક દરમિયાન હત્યાનો બનાવ બન્યો છે.