રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે હીરાસર એરપોર્ટનું કરાશે ઉદ્દઘાટન કરવામાં આવશે. આજથી બે દિવસ સુધી એરપોર્ટ પર લેન્ડિંગનું ટ્રાયલ કરાશે. પહેલા દિવસે હિરાસર એરપોર્ટ પર ફ્લાઈટ કેલિબ્રેશન કરાયું હતું. રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીછી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી.
એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રનવે તૈયાર થઈ જતા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી સેલિબ્રેશન ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેલિબ્રેશન ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં ફ્લાઈટ લેન્ડીંગને ધ્યાનમાં રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવી છે.
એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ
સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.
મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ ગાજવીજ હળવો વરસાદ પડ્યો. વરસાદના કારણે વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજું વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે.
હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. . પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ... ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. વધુ વરસાદ પડશે તો ઘઉં ,ચણા ,કપાસ ,બટાકા ,તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.