રાજકોટ: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં એવા ઘમા વિસ્તારો છે ત્યાં હજુ સંપૂર્ણ વેક્સિનેશન થયું નથી. જેના કરાણે ચેપ વધુ લાગવાનો ખતરો રહે છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશન ઓછું થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં 41,093 લોકોએ બીજો ડોઝ ન લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 12-17 વર્ષના તરુણોમાં પણ વેક્સિન અંગે નિરષતા જોવા મળી રહી છે. 15થી 17 વર્ષના તરુણોમાં 9,118ને બીજો ડોઝ લેવાનો બાકી છે. 12 થી 14 વર્ષની કેટેગરીમાં 14,558ને હજુ બીજો ડોઝ આપવાનો બાકી છે. 


વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ


વાંકાનેર:  વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના 3થી 3.30 વાગ્યાના અરસામાં મકનસરથી વાંકાનેર વચ્ચે આ ઘટના બની હતી. બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અંગે સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમ 1989ની કલમ 150-(1)-(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદ શહેર પોલીસનું કારસ્તાનઃ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ દારુ પાર્ટી કરતા પોલીસ કર્મચારી ઝડપાયા
અમદાવાદઃ હાલ દારુબંધીને લઈ પોલીસ જ વિવાદમાં આવી રહી છે અને રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે. પાછલા ઘણા સમયથી દારુના નામે પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. વાત એમ છે કે, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારુ પીતાં ઝડપાયા છે.


એબીપી અસ્મિતાને માહિતી મળી હતી કે સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં ખુલ્લેઆમ દારુની પાર્ટી થઈ રહી છે. આ બાતમીની તપાસ કરવા માટે એબીપી અસ્મિતાની ટિમ જાત તપાસ માટે આ ચોકી પર પહોંચી હતી જ્યાં બાતમી સાચી પડી હતી. સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ દારૂ પિતા પોલીસ કર્મચારીઓ ઝડાપાયા હતા. આમ રાજ્યમાં દારુબંધીના કાયદાનો ખુદ પોલીસ જ ભંગ કરતાં રંગે હાથ ઝડપાયા હતા. એબીપી અસ્મિતાના રિપોર્ટર જ્યારે પોલીસ ચોકીમાં પહોંચ્યા ત્યારે દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી.