Rajkot News: રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશને પેટ્રોલ-ડીઝલની અછત ન હોવાનો દાવો કર્યો છે. રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશને દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. ડીલર એસોસિએશને કહ્યું હતું કે રેગ્યૂલર પેટ્રોલ-ડીઝલ મળી રહે તે માટે રજૂઆત કરી છે. સપ્લાય રેગ્યૂલર મળતો રહે તે માટે રજૂઆત કરી હતી. પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. એસો. ઓવરલોડના કારણે સપ્લાયમાં મોડુ થાય છે. ભાડાની ગાડી મળતી નથી, ડીલરની ગાડીમાં વાંધો આવતો નથી.
વધુમાં એસોસિએશને જણાવ્યું હતું કે સપ્લાયની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.પેટ્રોલની કોઈ અછત નથી. મીસ મેનેજમેન્ટના કારણે થોડી સમસ્યા સર્જાઈ છે. કોઈને તકલીફ નહીં પડે તેવી IOCએ ખાતરી આપી છે. ડીલરો જરૂરિયાત પ્રમાણે માલ મંગાવતા રહે છે. જેને પોતાની ગાડી નથી તેમને તકલીફ છે. જે ડીલરોને પોતાની ગાડી નથી તેમને માલ મેળવવામાં તકલીફ પડે છે. IOCએ માલ પૂરતો આપવાની ખાતરી આપી છે. ડીઝલની માંગ વધી છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર - કચ્છમાં IOC સાથે સંકળાયેલા 1000 થી વધુ પેટ્રોલ પંપ છે. જે મામલે એસોસિએશન દ્વારા આઈ.ઓ.સી કંપની ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. આઈ.ઓ.સી. અધિકારીઓને રેગ્યુલર જથ્થો મળતો રહે તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જોકે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી.
રાજકોટ કલેક્ટરે શું કહ્યું ?
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ન હોવાનો કલેક્ટરે દાવો કર્યો હતો. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પેટ્રોલના સ્ટોરેજ અથવા તો પૂરવઠામાં કાપ મુકવા અંગે કોઈ સૂચના નથી.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના પ્રમુખે દાવો કર્યો હતો કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલને લઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ઓઈલ કંપનીઓએ નીતિ બદલતા થોડી સમસ્યા સર્જાઈ છે. કંપનીઓએ પેમેન્ટની સિસ્ટમ બદલી છે. પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો પૂરતો છે.
