Rajkot : રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે DCP ઝોન-1એ નિવેદન આપ્યું હતું કે મુકેશ નામક વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 326 અનુસાર પ્રાણઘાતક હુમલાના ગુના હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને કાલે સાંજે 6-7 વાગ્યાના સમયે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલાને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે. તેથી નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ હતી અને આજે સવારે ન્હાવા જવાનું કહી આપઘાત કરી લીધો હતો.
મહિલા સવારના સમયે ન્હાવા ગઇ ત્યારે થોડા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક પોલીસકર્મીને શંકા ગઇ હતી. જે બાદ સ્થાનિક સ્ટાફે બાથરૂમનો દરવાજો તોડી જોયું તો મહિલા એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
DCP ઝોન 1 પ્રવીણ કુમાર મીણાએ જણાવ્યું હતું કે મુકેશ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. રવિ નામનો વ્યક્તિ મુકેશને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુકેશ પૂછપરછમાં કાંઈ બોલતો ન હોવાના કારણે પોલીસે આપઘાત કરનાર યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પૂછપરછ બાદ યુવતીએ ઘરે જવાની ના પાડી હતી. યુવતીએ ઘરે જવાની ના પાડતા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. યુવતીને ડર હતો કે તેનો પતિ તેને માર મારશે એટલે મહિલા પોલીસ સ્ટેશનમાં જ રાત્રી દરમિયાન રેસ્ટ કર્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ છે.
જૂનાગઢમાં ગિરનાર રોપ વે કરાયો બંધ
જૂનાગઢમાં ગિરનાર રોપ વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ખરાબ હવામાનના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ વે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી મુસાફરોની સલામતીને લઈ હાલ રોપ વે બંધ કરવામાં આવ્યો છે. જો કે વાતવરણ અનુકૂળ થયા બાદ શરૂ રોપ વે સેવા શરૂ કરાશે.