સૌરાષ્ટ્રના કયા તાલુકામાં રાત્રે અનુભવાયા ભૂકંપના આચંકા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Sep 2020 10:41 AM (IST)
ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા, રિબ, વાવડી, દાળેશ્વર, વારાધરી સહિતના ગામડાઓમાં ધરા ધ્રુજી હતી. ગઈકાલે રાત્રીના 11:03 મિનિટે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામડાઓમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. ગોંડલ તાલુકાના રિબડા, ગુંદાસરા, રિબ, વાવડી, દાળેશ્વર, વારાધરી સહિતના ગામડાઓમાં ધરા ધ્રુજી હતી. ગઈકાલે રાત્રીના 11:03 મિનિટે 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગોંડલ તાલુકાના પીપળીયા ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.