મોરબીઃ મોરબીની ઘાંચી શેરીમાં રાત્રે એક શખ્સે છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અનીશ રફીકભાઈ પીઠડીયા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. આ અંગે મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જાબીર સીદીકભાઈ પીલુડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૃતક અનીશ અને આરોપી જાબીર વચ્ચે મોટર સાઈકલ રાખવા બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીમાં જાબીરે ઉશ્કેરાઈ જઈને મૃતક અનીશને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલેખ્ખ કરાયો છે. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.