Bharat Bandh News:ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. તેમણે ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો આ વખતે અમે MSP, નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દા ઉઠાવીશું.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાકેશ ટિકૈતે કહ્યું કે - 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે. ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવા અને ,દુકાનો પણ બંધ રાખવા અનુરોઘ કરવામાં આવ્યો . જેમાં એમએસપી, નોકરી, અગ્નિવીર, પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.


BKU નેતાએ કહ્યું કે, 16 ફેબ્રુઆરીએ ભારત બંધ છે. ઘણા યુનિયનો તેમાં સામેલ છે. ખેડૂતોએ પણ તે દિવસે તેમના ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ કરવું જોઈએ નહીં. આમ પણ આપણે  અમાવસ્યામાં કામ કરતા નથી તો 16 ફેબ્રુઆરીએ ખેડૂતો માટે અમાવસ્યા છે. જો દેશમાં કૃષિ હડતાળ પાડીશું તો દેશને મોટો સંદેશ આપી શકીશું.                                                           






આ મુદ્દાઓને લઈને ભારત બંધ


ટિકૈતે દુકાનદારોને તેમની દુકાનો ન ખોલવાની અપીલ કરી છે. ખેડૂતો અને મજૂરોના નામે એક દિવસ. જેમાં બેરોજગારી, પેન્શન વગેરે જેવા મુદ્દાઓ સામેલ છે.


તેમણે કહ્યું કે અમે દુકાનદારો અને ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ 16 ફેબ્રુઆરીએ બંધમાં સહયોગ આપે. બંધ પાળીને દેશના પ્રસાશનને ઠંઠોળવા માટે આપણી પાસે  MSP ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર, બેરોજગારીના મુદ્દા છે,


 


તેમણે કહ્યું કે ટ્રાન્સપોર્ટરોને પણ એક દિવસ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. અન્ય સંસ્થાઓ પણ આમાં ભાગ લેશે.