Republic Day Parade: જો તમે પણ પ્રજાસતાક દિવસની પરેડને નજીકથી જોવા માંગો છો? તો હવે કાઉન્ટરના ધક્કા ખાવાની જરૂર નથી. તમે પોતાના ઘરે બેઠા જ આ ટીકીટો મેળવી શકો છો.
Republic Day Parade Online Ticket: દિલ્હીના કર્તવ્ય પથ ઉપર દર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે માત્ર દિલ્હીથી જ નહીં, પરંતુ દિલ્હી બહારના લોકો પણ પહોંચે છે. આ પરેડ જોવા માટે ટિકિટ મેળવવાની પ્રક્રિયામાં ઘણી દોડધામ અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે તેમને લાલ કિલ્લા અથવા અન્ય કોઈ જગ્યાએ સ્થાપિત ટિકિટ કાઉન્ટરની આસપાસ જવાની જરૂર નથી. ચાલો જાણીએ કઈ રીતે મેળવી શકાશે ગણતંત્ર દિવસની પરેડની ટિકિટ ઘરે બેઠા મેળવી શકો છો. એ પણ કોઈ જ તકલીફ વગર!
લોકોની સુવિધા માટે, સંરક્ષણ મંત્રાલય દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી હવે તમે ઘરે બેઠા ગણતંત્ર દિવસની પરેડ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો. બસ, આ માટે તમારે મોબાઈલ અથવા કોમ્પ્યુટરની જરૂર પડશે, જેના દ્વારા તમે સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ aamantran.mod.gov.in પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો. આ પોર્ટલ 06 જાન્યુઆરીથી શરૂ થયું છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે શુક્રવારે રાજધાની દિલ્હીમાં સરકારની આ ઈ-ગવર્નન્સએ પહેલ શરૂ કરી. આ પોર્ટલ સામાન્ય જનતાને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદવાની સુવિધા પૂરી પાડે છે. જ્યાં સામાન્ય લોકો આ પોર્ટલ પરથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે, ત્યાં આ દ્વારા મહાનુભાવોને પણ ઓનલાઈન પાસ ઈસ્યુ કરી શકાશે.
સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે:
ટિકિટ બુક કરવા માટે, વ્યક્તિએ વેબસાઇટ aamantran.mod.gov.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી પછી, તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર અને જન્મ તારીખ જેવી માહિતી દાખલ કરીને સાઇન અપ કર્યા પછી લૉગિન કરી શકો છો. ત્યારબાદ માહિતી અને કેપ્ચા દાખલ કર્યા પછી, તમે જરૂરી ચુકવણી કરીને ટિકિટ બુક કરી શકો છો. ત્યાર બાદ આ ટીકીટને ડાઉનલોડ કરવાનું રહેશે. જ્યાર ટિકિટ સાથે પ્રવેશ કરશો તે વખતે તમારે એક ઓળખ કાર્ડની જરૂર પડશે. એક મહત્વપૂર્ણ માહિતી એ પણ છે કે આ ટિકિટ ન તો કેન્સલ થશે અને ન તો કોઈને ટ્રાન્સફર કરી શકાશે.
અત્યાર સુધી માત્ર ઑફલાઇન ટિકિટ જ મળતી હતી:
દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે નેવી, આર્મી અને એરફોર્સ સહિત તમામ સશસ્ત્ર દળો દ્વારા કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. જેનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર પણ કરવામાં આવે છે, તેમ છતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લાલ કિલ્લા ના કર્તવ્ય પથ પર પહોંચે છે. જ્યાં લોકોને પહોંચવા અને બેસીને પરેડ જોવા માટે ટિકિટની જરૂર પડે છે. પહેલા આ ટિકિટો બનાવવામાં આવતી હતી જ્યાં તે ફક્ત ખાસ કાઉન્ટર પર જ ઉપલબ્ધ હતી પરંતુ હવે લોકો માટે ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે.