પાવાગઢ:યાત્રાઘામ પાવાગઢથી મોટા સમાચાર આવ્યા છે. અહીં રોપ વેમાં ખામી સર્જાતા કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં 20 જેટલી ડોલી લટકી પડી હતી. ડોલીમાં સવાર લોકોના જીવ અદ્ધતાલ થઇ ગયા હતા. ઘટનાના પગલે રેસક્યુ માટે ફાયર ટીમ પહોચી ગઇ હતી અને તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ અડધા કલાક સુધી યાત્રીઓ ડોલીમાં ફસાયેલા રહ્યાંના અહેવાલ છે. જો કે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી. આ રોપવે ઉષા બ્રેક કંપની દ્રારા સંચાલિત છે.
પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપવેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં, 20 ટ્રોલી લટકી પડી, યાત્રાળુના જીવ અદ્ધરતાલ
gujarati.abplive.com | 25 Aug 2023 09:20 PM (IST)
યાત્રાધામ પાવાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઇ છે, રેસ્કયુ ઓપરેશન ચાલું છે.
પાવાગઢ રોપવે તૂટી