HimatNagar:રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ શમવાનું નામ લેતો નથી. આજે આ મુદે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથએ ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું, સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. હિંમતનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,વિજયસિંહ ચાવડા,મહીસાગર મહિલા પ્રમુખ નીરૂબા,અભીજીતસિંહ યુવા પ્રમુખ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ખુમાણે સ્પષ્ટતા કરી કે, કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે હોવાની વાત અર્ધસત્ય છે.કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છે તે પૂર્ણ સત્ય છે.તન,મન,ધનથી કાઠી ક્ષત્રિય સમાજના રાજવી રાજપૂતોની સાથે છે. રાજપૂત સમાજના સંમેલનને પ્રતાપ ખુમાણે કાઠી ક્ષત્રિય સમાજ વતિ ટેકો જાહેર કર્યો છે.

તો બીજી તરફ કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધ પર મણિધર બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ચારણો રાજપૂત સમાજની સાથે છે.અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે ચારણ સમાજ પણ છે. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે. ક્ષત્રિયોનું અપમાન થાય એમા અઢારે વરણ જોડાયેલી,આવા રાજકારણ માટે જૌહર ન કરાયા,ક્ષત્રિયાણીઓ સાથે ચારણ સમાજ ઉભો છે”