યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ રશિયા આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે યૂક્રેન પર હુમલો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ(United Nations Human Rights Council)માંથી બહાર કરવાના સંબંધમાં અમેરિકા તરફથી ભરવામાં આવેલા પગલા આતંર્ગત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આજે મતદાન થયું હતું. આ વોટિંગમાં નિર્ણય રશિનાની વિરુદ્ધમાં આવ્યો અને તેને બહાર કરવામાં આવ્યું.
યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા
અમેરિકા સહિત તમામ NATO દેશોએ UNGAની વોટિંગમાં ભાગ લીધો હતો. રશિયા પર યૂક્રેનના બૂચા શહેર પર નરસંહારનો આરોપ લાગ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કહ્યું કે, બૂચામાં યુદ્ધ અપરાધ થયો છે.
રશિયા વિરુદ્ધમાં આટલા લોકોએ મતદાન કર્યું
UNHRCના આ મતદાનમાં રશિયાને બહાર કરવાના પક્ષમાં 96 મત પડ્યા હતા જ્યારે 24 મત રશિયાને રાખવાના સમર્થનમાં પડ્યા હતા. આ ઉપરાંત 58 દેશ એવા પણ હતા જેમણે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ 58 દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
બધાની નજર ભારત પર હતી
આ દરમિયાન બુચા હત્યાકાંડનો મુદ્દો પણ ખૂબ જ ગરમ રહ્યો હતો. અમેરિકાએ રશિયા સામે આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ વોટિંગની વચ્ચે દુનિયાની નજર ભારત પર હતી કારણ કે તમામ દેશો એ જોવા માંગતા હતા કે ભારત રશિયાને સમર્થન આપશે કે નહીં. જો કે, ભારતે આ મામલે કોઈ પક્ષ પસંદ કર્યો ન હતો અને મતદાનમાં ભાગ લીધો ન હતો.
અમેરિકાએ પુતિનની બે દીકરીઓ પર પ્રતિબંધ લગાવ્યો
અમેરિકા રશિયા પર એક બાદ એક પ્રતિબંધો લાદી રહ્યું છે. નોંધનિય છે કે, યુક્રેનમાં રશિયાના હુમલામાં કેટલાય સામાન્ય નાગરિકોનાં મોત થયા છે. જેને લઈને અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની બે દીકરીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ અંગે અમેરિકાએ કહ્યું હતું કે પુતિનની બંને દીકરી રશિયામાં સરકાર સાથે કામ કરે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.