Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સપા નેતાએ હવે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું છે. મૌર્યએ કહ્યું કે જો સર્વે કરવો હોય તો માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, દેશના તમામ હિન્દુ મંદિરોની પણ તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે દેશના મોટાભાગના હિંદુ મંદિરો બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યએ બદ્રીનાથ ધામને લઈને પણ આવો જ દાવો કર્યો છે.
એબીપી ન્યુઝ સાથે વાત કરતા સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યેએ કહ્યું કે, “જો એએસઆર્ઇ સર્વે થઇ રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, અન્ય પણ હિન્દુ ધાર્મિક સ્થળો છે તેના પણ સર્વે અને તપાસ થવી જોઇએ. કારણે કે, જેટલા પણ હિન્દુ ધાર્મિક સ્થળ છે તેમાંથી મોટાભાગના મંદિરો તો પહેલા બૌદ્ધ મઠ હતા. તેને તોડીને હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે. સ્વામી પ્રસાદ મૌર્યેએ વધુમાં જણાવ્યું કે, જો દફનાલેવા મડદા ઉખેડવાના કોશિશ થઇ રહી છે તો આ વાત દૂર સુધી જશે. જો કે અમે એવું નથી ઇચ્છતા કે, ભાઇચારાના ભાવમાં કોઇ ખલેલ પહોંચે, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે 15 ઓગસ્ટ 1947 સુધી જે સ્થિતિ હતી તેને જ માનવામાં આવે”
આ પણ વાંચો
રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ
Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ