Samsung Galaxy Ring: સેમસંગ હવે 2 નવી સાઇઝની રિંગ ઉપલબ્ધ કરશે, જાણો ફિચર્સ અને કિંમત

સેમસંગે 22 જાન્યુઆરીએ યોજાનારી અનપેક્ડ ઈવેન્ટ પહેલા એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે Galaxy Ring ની 2 નવી અને મોટી સાઈઝ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.

Continues below advertisement

Samsung Galaxy Ring:: સ્માર્ટ રિંગ ઇકોસિસ્ટમમાં નવા વિકલ્પો સતત આવી રહ્યા છે, પરંતુ સેમસંગ ગેલેક્સી રિંગ તેમની વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.હવે સેમસંગે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ રિંગ બે નવા સાઈઝમાં અને બીજા ઘણા દેશોમાં ઉપલબ્ધ થશે. સેમસંગે તેની હેલ્થ એપમાં નવા ફીચર્સ ઉમેરવાની પણ જાહેરાત કરી છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Continues below advertisement

 હવે Galaxy Ring આ 2 નવી સાઈઝમાં આવશે

સેમસંગે કહ્યું કે, Galaxy Ring હવે 14 અને 15 સાઈઝમાં પણ ઉપલબ્ધ થશે.મતલબ કે મોટી આંગળીઓવાળા ગ્રાહકો પણ હવે આ વીંટી ખરીદી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે. હવે આ રીંગ 5 થી 15 સાઈઝમાં ઉપલબ્ધ છે. જૂની સાઈઝની જેમ નવી સાઈઝ પણ ટાઈટેનિયમ બ્લેક, ટાઈટેનિયમ સિલ્વર અને ટાઈટેનિયમ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ થશે. દરેકની કિંમત સરખી છે. તેનું વેચાણ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

આરોગ્ય એપ્લિકેશનમાં નવી સુવિધાઓ

સેમસંગે તેની હેલ્થ એપમાં ત્રણ નવા ફીચર્સ ઉમેરવાની પણ જાહેરાત કરી છે. તેમના નામ છે ટુગેધર વિથ સ્માર્ટ થિંગ્સ, સ્લીપ ટાઈમ ગાઈડન્સ અને માઇન્ડફુલનેસ ટ્રેકર. SmartThings  ઇન્ડ્રીગેશનની ની મદદથી, સેમસંગ હેલ્થ એપ હવે તાપમાન, ભેજ, હવાની ગુણવત્તા અને લાઇટની તીવ્રતા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લઈને વધુ સારી રીતે ઊંઘનું વિશ્લેષણ કરી શકશે. તે સ્લીપ એન્વાયર્નમેન્ટ રિપોર્ટ આપશે, જે સારી ઊંઘ માટે યોગ્ય વાતાવરણ બનાવવામાં મદદ કરશે.

આમાં બીજુ ફીચર સ્લીપ ટાઇમ ગાઇડન્સ છે. તે ઊંઘની પેર્ટન, આદત અને સ્થિતિને એનાલાઇઝ કરીને બેસ્ટ ઉંઘ માટે પર્સનાલાઇઝ્ડ રિકમેડેશન આપશે. ત્રીજું ફીચર માઇન્ડફુલનેસ ટ્રેકર છે. જે યુઝરને મૂડ પર નજર રાખતા ધ્યાન લગાવવું અને પ્રાણાયામ કરવા માટે ગાઇડ કરે છે.

નવી સિરીઝ 22 જાન્યુઆરીએ લોન્ચ થશે

સેમસંગ 22 જાન્યુઆરીએ અનપેક્ડ ઇવેન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. આમાં કંપની પોતાની ફ્લેગશિપ Galaxy S25 સીરિઝ લોન્ચ કરશે. શ્રેણીમાં 3 નવા ફોન લોન્ચ કરવામાં આવશે. આમાં કંપની નવી સાઇઝની Galaxy Ring પણ લોન્ચ કરશે.

Sponsored Links by Taboola