Rajkot News:રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે.  અહીં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે મહિલાએ ફરિયાદ કરી છે. 2 સંતો સહિત કુલ ત્રણ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આ ત્રણેય વ્યક્તિ સામે ભાયાવદર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.


પીડિતાએ ફરિયાદમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્વામી  આચરતા હોવાના આરોપ લગાવ્યો છે. ધરમસ્વરૂપદાસ સ્વામી,નારાયણસ્વરૂપદાસ સ્વામી વિરૂદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે.  છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરતા હોવાનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધરમસ્વરૂપદાસ સ્વામીએ મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી આ બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. પીડિત મહિલાએ ફરિયાદમાં હોસ્ટેલમાં મહિલાને રોકીને દુષ્કર્મ કરવામાં આવ્યાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતા ફરિયાદમાં ભૂજ અને હળવદ ટ્રેનિગ માટે મોકલી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. બાદ બંને સાધુ સાથે મતભેદ થતાં મહિલાને ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે સમગ્ર કાંડ પ્રકાશમાં આવ્યા બાદ બં સાધુ ફરાર છે.  હાલ પોલીસે  3 આરોપી પકડવાનો માટે ચક્રો ગતિમાન કર્યા