Pakistan New Prime Minister: પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. રવિવારે (3 માર્ચ 2024) મતદાન બાદ તેઓ પીએમ તરીકે ચૂંટાયા હતા. શાહબાઝ શરીફે શનિવારે (2 માર્ચ) વડાપ્રધાન પદ માટે નામાંકન ભર્યું હતું. મતદાન પહેલા જ આંકડા પીએમએલ-એનની તરફેણમાં હતા અને માનવામાં આવી રહ્યું હતું કે દેશની કમાન ફરી એકવાર શહેબાઝ શરીફના હાથમાં આવશે. ઈમરાન ખાનના પીટીઆઈ નેતા ઓમર અયુબ ખાને પીએમ પદ માટે તેમની સામે ઉમેદવારી નોંધાવી હતી.                                                 


કોને કેટલા મત મળ્યા?


રવિવારે પાકિસ્તાની સંસદમાં પીએમની ચૂંટણી માટે મતદાન શરૂ થયું. મતદાન દરમિયાન, શાહબાઝે તેમના હરીફ પર 100 થી વધુ મતોની લીડ મેળવી હતી. શેહબાઝ શરીફને કુલ 201 વોટ મળ્યા જ્યારે પીટીઆઈના ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા. આ પછી પાકિસ્તાનના 24માં વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની જાહેરાત કરવામાં આવી હતી.                                                                                                                                                               


PPP અને MQM સાથે ગઠબંધન કર્યું હતું


પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ પછી નવાઝ શરીફની પાર્ટી PML-N એ PPP અને MQM સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. શહેબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ છે. તેમણે પાર્ટી વતી પીએમ માટે નોમિનેશન ભર્યું હતું. શાહબાઝ શરીફ અગાઉ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તે સમયે પણ તેમણે પીપીપી સાથે સરકાર બનાવી હતી.