Amazing businessman:આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એ હકીકત છે કે, શ્રીરામ ગ્રૂપના ફાઉન્ડર આર. ત્યાગરાજને  તેની તમામ સંપત્તિ તેના કર્મચારીઓને દાનમાં આપી દીધી. તમને જાણીને નવાઈ લાગશે કે કરોડોનો બિઝનેસ ચલાવનાર ત્યાગ રાજન પાસે પોતાનો પર્સનલ મોબાઈલ ફોન પણ નથી. તેમણે 6000 કરોડની સંપતિ તેમના જ કંપનીના કર્મચારીઓમાં વહેંચી દીધી છે. 


ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે  દાન કરતા હોય છે. કેટલાક સામાજિક કાર્ય માટે દાન કરે છે, તો કેટલાક કુદરતી આફતમાં, પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને પોતાની  જિંદગીની કમાણી  કર્મચારીઓ માટે દાન કરી દીધી. કલયુગના આ દાનવીર કર્ણએ પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દેતા આશ્ચર્ય સર્જાયું છે.  કોણ છે આ મહાન ઉદ્યોગપતિ જાણીએ.


શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર ત્યાગરાજનનો જન્મ તમિલનાડુમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગણિતમાં સ્નાતક થયા પછી, તેમણે ભારતીય આંકડાકીય સંસ્થા, કોલકાતામાંથી માસ્ટર ડિગ્રી મેળવી. વર્ષ 1961માં તેઓ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાં જોડાયા. લગભગ 20 વર્ષ સુધી કામ કર્યા પછી, તેણે પોતાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. વર્ષ 1974માં તેણે બે મિત્રો સાથે મળીને શ્રીરામ ગ્રુપની શરૂઆત કરી. કંપનીએ ચિટ ફંડ બિઝનેસ તરીકે શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેઓએ લોન અને વીમા તરફ તેમનો બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું હતું.


બ્લૂમબર્ગને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં 86 વર્ષીય ત્યાગરાજને કહ્યું કે, તેમણે તેમની 750 મિલિયન ડોલર એટલે કે લગભગ 6 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ દાનમાં આપી છે. તેણે એક નાનકડું ઘર અને એક કાર સિવાય તેની તમામ સંપત્તિ તેના કર્મચારીઓને દાનમાં આપી દીધી. તેણે કહ્યું કે મેં મારો આખો હિસ્સો કર્મચારીઓના જૂથને આપી દીધો છે. તેણે કહ્યું કે હું એવા લોકોના જીવનમાં થોડી ખુશી લાવવા માંગતો હતો જેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેણે કહ્યું કે મારે પૈસાની જરૂર નથી. મને પહેલા પૈસાની જરૂર નહોતી અને હવે પણ તેની જરૂર નથી. તેમનો મોટાભાગનો સમય સંગીત સાંભળવામાં અને વિદેશી બિઝનેસ મેગેઝિન વાંચવામાં પસાર થાય છે.


1 લાખથી વધુ લોકોને રોજગાર


શ્રીરામ ગ્રૂપ, ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંની એક છે, જે  ગરીબોને વાહન લોન આપે છે. જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે. લોન સિવાય તે વીમો પણ આપે છે. કંપનીએ અત્યાર સુધીમાં 1,08,000 લોકોને રોજગારી આપી છે. તેણે આ મુલાકાત દરમિયાન કહ્યું કે મેં મારા કર્મચારીઓનો પગાર બજાર કરતા ઓછો રાખ્યો છે. અમે તેમને એટલું જ આપ્યું કે તેઓ પોતાને ખુશ રાખી શકે. તેમણે કહ્યું કે અમારો સ્ટાફ આ વ્યવસ્થાથી ખુશ છે.


મોબાઇલ  નથી રાખતા સાથે


ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, હું મોબાઈલ ફોન મારી સાથે રાખતો નથી, કારણ કે મને લોકો સાથે પ્રત્યક્ષ જ  જોડાવું ગમે છે. તેણે વર્ષો સુધી હૈચબેક ચલાવી. તેણે તેના પરિવારને તેના વ્યવસાયથી અલગ રાખ્યો. તેણે પોતાના પરિવારમાંથી કોઈ સભ્યને કંપનીની મેનેજમેન્ટ ટીમ કે લીડરશિપમાં સ્થાન આપ્યું ન હતું. તેમનો પુત્ર ટી શિવરામન એન્જિનિયર છે. નાનો પુત્ર સીએ છે અને શ્રીરામ ગ્રુપમાં કર્મચારી તરીકે કામ કરે છે. કંપનીના નફાની વાત કરીએ તો, તેમની કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં 1675 કરોડનો નફો હાંસલ કર્યો હતો.