SpiceJet Locked People: સ્પાઈસજેટની ફ્લાઈટના એક મુસાફરે દાવો કર્યો છે કે, મંગળવારે એરલાઈને  ટેક-ઓફ પહેલા દિલ્હી એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ અને એરક્રાફ્ટની વચ્ચે તમામ મુસાફરોને અટકાવી દીધા હતા. 


SpiceJet Locked People: સ્પાઇસજેટે કથિત રીતે 10 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી બેંગલુરુ જતી ફ્લાઈટ અને બોર્ડિંગ ગેટ વચ્ચે મુસાફરોને રોક્યા હતા. એરલાઇન્સે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ફ્લાઈટનું પ્રસ્થાન મોડું થયું હતું તેથી મુસાફરોને એરોબ્રિજ પર રાહ જોવા માટે વિનંતી કરવામાં આવી હતી. યાત્રીઓ લગભગ એક કલાક સુધી ત્યાં અટવાયા હતા.


ટ્રાવેલ વ્લોગર સૌમિલ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પર આ આરોપ લગાવ્યો છે.  આ મામલો દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3નો છે તેમના જણાવ્યા મુજબ, જ્યારે દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ SG 8133 ના મુસાફરોએ બોર્ડિંગ ગેટ ખોલવાનું કહ્યું જેથી તેઓ આરામ કરવા માટે વેટિંગ એરિયામાં પાછા જઈ શકે, અધિકારીઓએ ના પાડી. જે બાદ તમામ અધિકારીઓ ત્યાંથી ગુમ થઈ ગયા હતા. 






પીવા માટે પાણી પણ નહોતું મળ્યું :


અગ્રવાલે પોતાના વ્લોગમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો એક કલાકથી વધુ સમય સુધી ત્યાં બંધ હતા અને તેમની પાસે પાણી નહોતું. જ્યારે તેણે પાણી માંગ્યું તો અધિકારીઓએ તેને પાણી ન આપ્યું અને કહ્યું કે ગેટ ખોલ્યા પછી તે ફ્લાઈટમાં પાણી માંગીને પી શકે છે.વિડીઓમાં મુસાફરો એરલાઇનના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. અધિકારીઓ લોકોના એક પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા.


સ્પાઈસજેટની સફાઈ :


સ્પાઇસજેટના પ્રવક્તાએ સ્પષ્ટતા જારી કરીને જણાવ્યું હતું કે, નેટવર્કમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને મુસાફરોને એરોબ્રિજ પર રાહ જોવાની વિનંતી કરવામાં આવી હતી કારણ કે તેમની સુરક્ષા તપાસ પહેલાથી જ થઈ ગઈ હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "સરેરાશ, બોઈંગ એરક્રાફ્ટ માટે દિલ્હી એરપોર્ટ પર ટર્નઅરાઉન્ડ ટાઈમ 40-45 મિનિટનો હોય છે, જ્યારે આ ચોક્કસ ફ્લાઈટનો ટર્નઅરાઉન્ડ ટાઈમ સરેરાશ ટર્નઅરાઉન્ડ ટાઈમ કરતાં લગભગ 20 મિનિટ વધુ હતો. કારણ કે મુસાફરોએ સુરક્ષા તપાસ પૂરી કરી હતી. તેથી તેને એરોબ્રિજ પર રાહ જોવા માટે વિનંતી કરવામાં આવી હતી."


પાણી આપવામાં આવ્યું હતું :


પાણી ન આપવાના આરોપ પર સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટના દરવાજા અને એરોબ્રિજ પેસેજ પાસે નીચેના માળે રહેલા તમામ મુસાફરોને પાણી આપવામાં આવ્યું હતું. વિડીઓ  બોર્ડિંગ ગેટની બહાર શૂટ કરવામાં આવ્યો હતો જેમાં મર્યાદિત પ્રવેશ હતો.