સુરતઃ સચિન વિસ્તારમાં 17 વર્ષીય સવિતા પાસવાન નામની વિદ્યાર્થિનીએ ઘરમાં જ પંખે લટકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. માતા-પિતા ગેરહાજર હતા, ત્યારે જ સવિતાએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. જોકે, સવિતાના આવઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસે વિદ્યાર્થિનીનો મોબાઇલ કબ્જે લઈ વધુ તપાસ હાધ થરી છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નંદુ પાસવાન (ઉં.વ17)એ હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. નંદુ પાસવાનના પરિવારમાં પત્ની અને ચાર સંતાનો છે. જેમાં સવિતા મોટી દીકરી હતી. ગઈ કાલે રવિવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ પિતા ગેરેજ પર હતા, જ્યારે માતા ઇંડાની લારી હતી અને સવિતા તેના 3 ભાઇ-બહેનો સાથે ઘરે હતી, ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. સચિન પોલીસ તપાસ કરી રહી છે.
સુરતઃ 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પંખે લટકીને ઘરમાં જ કરી લીધો આપઘાત, પોલીસે શું કબ્જે લઈ તપાસ હાથ ધરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2021 12:31 PM (IST)
સવિતા પાસવાન નામની વિદ્યાર્થિનીએ ઘરમાં જ પંખે લટકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. માતા-પિતા ગેરહાજર હતા, ત્યારે જ સવિતાએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
સવિતા પાસવાનનો ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -