મળતી માહિતી મુજબ મહિલા અમદાવાદથી બારડોલી આવ્યા બાદ પાડોશીઓએ તેની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેને માલિબા કોવિડ-19 કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
સુરત જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના 824 કેસ સામે આવ્યા છે. જ્યારે 389 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. સુરત જિલ્લામાં કુલ 38 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 20265 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 3106 લોકો હજુ પણ કોરેન્ટાઈન હેઠળ છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 105387 ટેસ્ટ થયા જેમાંથી 7403 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.